અર્ફોડેબલ હાઉસીંગ માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો: રેરા ઘરનું ઘરના હેતુને ફાયદો પહોંચાડે તેવી સરકારને આશા
દેશમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા હાઉસીંગ ફોર ઓલનો હેતુ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત લોકોને વ્યાજબી ભાવમાં મકાન મળી રહે તે માટે વિવિધ લાભો જાહેર કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હોમલોનમાં સબસીડી પણ આપવામાં આવે છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર દ્વારા પુરતી કવાયત કરવામાં આવી રહી છે અને ૨૦૨૨ સુધીમાં અર્ફોડેબલ હાઉસીંગ દ્વારા લોકોને પુરતો ફાયદો મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રોજેકટો અમલમાં મુકાઈ રહ્યાં છે.
આ લક્ષ્યાંકને પાર પાડવા પ્રમ રેરાનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા લાવવાનો છે અને હવે જીએસટી લાગુ તા સરકાર ૨૦૨૨ સુધીમાં હાઉસીંગ ફોર ઓલ પ્રોજેકટને પાર પાડવા માટે સજ્જ બની રહી છે. કેપીટલ માર્કેટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસના નેશનલ ડાયરેકટર ગગન રણદેવે કહ્યું હતું કે, મોટાભાગના ડેવલોપર્સ અને ખરીદદારો અર્ફોડેબલ હાઉસીંગ યોજનાને મધ્યમ ગાળાની કિંમતના અને ઝડપી ખરીદી શકાય તેવા હેતુી જોઈ રહ્યાં છે અને તેનો ફાયદો લોકોને ઝડપી મળે તે માટે વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે.
હાઉસીંગ ફોર ઓલ યોજના બાબતે સરકાર વધુ ગંભીર હોવાી પ્રોજેકટો પણ ઝડપી મંજૂર કરવામાં આવી રહ્યાં છે અને લોકોને ઝડપી ઘરનું મકાન મળી રહે તે માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ માટે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફાયનાન્સ બીલ ૨૦૧૮માં રીયલ એસ્ટેટમાં પારદર્શકતા માટે વધુ નિર્ણયો જાહેર કરવામાં આવશે. આ સો લોકોને કર મુક્તિ અને સબસીડી જેવા લાભ આપવા પણ સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ખરીદદારોને કબજો આપવામાં તો વિલંબ પ્રોજેકટોમાં તી છેતરપિંડી સહિતની બાબતોએ પણ વધુ નિયમોની અમલવારી કરવા રેરા લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અર્ફોડેબલ હાઉસીંગનું સ્વપ્ન સાકાર કરવા માટે રેરા અને જીએસટી મહત્વની ભૂમિકા ભજવશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.