દક્ષિણેશ્વર મંદીરે, ગુરૂ શિષ્ય મિલન, સિસ્ટર નિવેદીતા, શિકાગો ની સભા સહીતના જીવંત ફલોટસનું પ્રદર્શન
પંચશીલ સ્કુલના પ્રાંગણમાં આજે તા. ૧ માર્ચ ૨૦૧૯ના રોજ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા, આધુનિક ભારતના ઘડવૈયા અને યુવાનોના પથ દર્શન એવા સ્વામી વિવેકાનંદ ના વિચારોનું શાળાના બાળકોમાં વાવેતર થાય તેમજ આ બાળકો સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મેળવી મહામાનવ બને તેવા શુભ હેતુ સાથે પંચશીલ શાળાના વિઘાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ જીવન દર્શન સ્વરુપે તેમના જીવન ચરિત્રને ઝાંખી કરાવતું ભવ્ય અને દિવ્ય પ્રદર્શનનું ઉદધાટન કરવામાં આવ્યું આ પ્રદર્શનના ઉદધાટન પ્રસંગે મુખ્ય ઉદધાટક તરીકે પૂ. સ્વામી નિખીલેશ્વરાનંદજી, સ્વામી વેદ નિષ્ઠાનંદજી, ધનસુભા ભંડેરી, મી. માઇકલ ફલોરસ, ડી.વી. મહેતા વગેરે હાજર રહ્યા હતા.આમંત્રિત સર્વે મહાનુભાવનું પુષ્ણગુચ્છ અને બાળકોએ બનાવેલા સ્વામીજીના મેસેજ સાથેના કાર્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રદશનમાં સ્વામી વિવેકાનંદના જન્મથી અંતિમવાસ સુધીના જીવનમાં જુદા જુદા પ્રસંગોની આકર્ષક અને જીવંત ફલોટસ સ્વરુપે રજુ કરવામાં આવેલા હતા. જેમાં સંગીત આરાધના, માતૃભકિત, યુગ પુરુષનું અવતરણ, સંસ્કારોનું સિંચન તોફાની બિલે, નરેન્દ્રના કૌશલ્યો, નરેન્દ્રની એકાગ્રતા, રાજ દરબાર, દયાળુ નરેન્દ્ર, ગુરુ શિષ્ય મિલન, દક્ષિણેશ્ર્વર મંદીર, ગુરુની સેવા, ભારત ભ્રમણ, નિર્ભય બનો, ભયભિત ગુફા, ગુરુ નો આદેશ, સિકાગો તરફથું પ્રસ્થાન ધર્મ સભા સિસ્ટમ નિવેદિતા, મહાસમાધી પ્રવેશ, બેલુર શેઠ જેવા આકર્ષક જીવંત ફલોટસ બાળકો દ્વારા રજુ કરવામા આવેલા હતા.
આ ઉપરાંત બાળકો દ્વારા પ્રભાત ફેરી, ધુન ભજન ખુબ જ મન મોહિલે તે રીતે બાળકો દ્વારા રજુ કરાયેલા હતા. સાથે સાથે સ્વામી વિવેકાનંદ સાથે સેલ્ફી ફલોરમાં લોકો સ્વામી વિવેકાનંદ સાથે સેલ્ફી લેતા જોવા મળેલ હતા. આ પ્રદર્શનમાં આપ અદભુત ગુફા અને હરતી ફરતી ભજન મંડળીએ અદભુત આકર્ષણ જમાવેલુ હતું.
આ ઉદધાટન સમારોહમાં પૂ. સ્વામી નિખિલેશ્વએ જણાવ્યું હતું કે આ પ્રકારનું પ્રદર્શન શાળા કક્ષાએ પ્રથમ વખત અને અદભુત રીતે રજુ કરવામાં આવેલ છે તેમજ આ પ્રકારના પ્રદર્શનથી બાળકોમાં અને સમાજના લાેકોમાં વધુને વધુ સ્વામીજીના વિચારોનું પ્રચાર અને પ્રસાર થઇ શકે છે અને સ્વામીજીના વિચારો થકી બાળકોમાં નવી ચેતના જન્મે છે તેમજ ખુબ જ આશીર્વાદ અને શુભેચ્છા શાળાના બાળકો તથા શિક્ષકોને પાઠવેલ હતી.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં લાઇવ ફલોટસમાં ૧૦૦૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ છે. તેમજ છેલ્લા એક અઠવાડીયાથી બાળકો અને શિક્ષકો અને શિક્ષકો તેમજ વાલીશ્રીઓ એ ખુબ જ મહેનત કરી છે. જેના થકી શાળાના વિઘાથીઓ વધુને વધુ સ્વામીજીના વિચારોને આત્મસાત કરી શકશે. પંચશીલ સ્કુલમાં તા. ૧ માર્ચ ના રોજ યોજનાર સ્વામી વિવેકાનંદ જીવનદર્શનને વિશ્વનું પ્રથમ એવા પ્રદર્શનને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ કોસ્મોસ વર્લ્ડ રેકોર્ડ અને જીનીયસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં માન્ય રાખેલ છે.
આ તકે રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે કે પંચશીલ સ્કુલ દ્વારા બાળકોમાં સ્વામી વિવેકાનંદના સૂત્રોનું આચરણ થાય તેમજ તેઓ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આગળ વધે તે હેતુથી ખુબ જ સુંદર સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોને વિવિધ ફલોટસમાં રજુ કરવામાં આવ્યાં છે. આ તકે અમે પંચશીલ સ્કુલને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ તેમજ સ્વામી વિવેકાનંદના વિચારોને પોતાના જીવનમાં ઉતારી આગળ વધે તેવી શુભકામનાઓ છે.
આ તકે પંચશીલ સ્કુલના સચાલક ડો.ડી.કે.વાડોદરીયાએ જણાવ્યું હતું કે અમારી શાળામાં તા.૧ થી ૩ માર્ચ દરમિયાન સ્વામી વિવેકાનંદ જીવન દર્શનના પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા, આધુનિક ભરતના ઘડવૈયા અને યુવાનોના પથ દર્શક એવા સ્વામી વિવેકાનંદના વિચારોનું શાળાના બાળ બાળકોમાં વાવેતર થાય તેમજ આ બાળકો સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મેળવી મહામાનવ બને તેવા શુભ હેતુ સાથે આ આયોજન થયું છે. જેની સર્વે મિત્રો મુલાકાત લે તેમજ સ્વામી વિવેકાનંવના સુત્રો મુલાકાત લે તેમ જ સ્વામી વિવેકાનંદના સૂત્રોને પોતાના જીવનમાં ઉતારે અને જીવનને સફળ બનાવે તેવી સર્વેજનોને આમંત્રણ છે.
આ તકે ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે પંચશીલ સ્કુલ દ્વારા સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર ના સુંદર પ્રદર્શનનું ત્રિદિવસીય આયોજન કરાયું છે. જેમાં વિઘાર્થીઓ દ્વારા ખુબ જ સુંદર રીતે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે. તેમજ પ્રેરણારુપ પ્રદર્શનનું આયોજન કયુૃ છે. આ તકે હું પંચશીલ સ્કુલ તેમજ તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
સ્વામી વિવેકાનંદ જીવન સ્વરુપે આ પ્રદર્શન તા.૧ માર્ચ થી ૩ માર્ચ ના રોજ સવારના ૯ થી બપોરના ૧ર.૩૦ અને બપોરે ૩ થી ૬ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. આ પ્રદર્શન જોવા માટે અનેક શાળાના વિઘાર્થીઓ, વાલીશ્રીઓ નગરજનો ઉમટી પડેલ જોવા મળ્યા હતા. સમગ્ર પ્રદર્શનનું આયોજન શાળાના વિઘાર્થીઓ, વાલીશ્રીઆ, શિક્ષકોએ ખુબ જ સુંદર રીતે કરેલ હતું. તેમજ શાળાના મેનેજરશ્રી યોગીરાજસિંહ જાડેજાએ ખુબ જ જહેમત ઉઠાવેલી.