ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યંત તણાવભરી પરિસ્થિતિના પગલે દેશની સરહદ અને આંતરિક વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર મુકાઈ ગઈ છે. ખાસ કરીને, પાકિસ્તાન સાથે રણ અને જળ સીમાએ જોડાયેલાં કચ્છમાં સર્વત્ર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તે વચ્ચે ગાંધીધામ રેલવે સ્ટેશન અને કંડલા તરફના રેલવે ટ્રેક આસપાસ એક ડ્રોન પ્લેન ઉડતું જોવા મળતાં રેલવે પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે તુરંત જ ડ્રોન ઉડાડી રહેલી વ્યક્તિને ઝડપી પાડી ડ્રોન પ્લેન નીચે ઉતારાવી કબ્જે કરી લીધું હતું. ઘટનાના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પણ હરકતમાં આવી ગયાં હતા. જો કે, પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે રેલવે ટ્રેકનો સર્વે કરવા માટે રેલવેએ આપેલાં કોન્ટ્રાક્ટ મુજબ ખાનગી એજન્સીના માણસોએ આ ડ્રોન પ્લેન ઉડાડ્યું હતું. ગાંધીધામ રેલવે પોલીસના પીએસઆઈ પી.એસ.સોંદરવાએ જણાવ્યું કે, વર્તમાન હાઈએલર્ટની પરિસ્થિતિને અનુલક્ષીને ડ્રોન ઉડતાં અમે આ કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં કશું શંકાસ્પદ જણાયું નથી. હાલ આરપીએફ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત