ભુજ-દાદર વચ્ચે દોડતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને નવા વાઘા સજ્જ કર્યા છે.અને ભુજ રેલવે મથકેથી નવી ટ્રેનને સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલીઝંડી અપાઈ હતી.પશ્ચિમ રેલવેએ ૬૦ લાખના ખર્ચે પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેનમાં નવી સુવિધાઓ ઉમેરવા સાથે તમામ કોચનું બાહ્ય અને આંતરિક દેખાવ બદલીને આકર્ષક રૂપ આપ્યું છે.
રેલવેના પ્રોજેક્ટ ’ઉત્કૃષ્ટ’ અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને કુલ ૧૪૦ ટ્રેનના નવિનીકરણનું કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત ભુજ-દાદર એક્સપ્રેસ નવા વાઘા સજનારી સૌપ્રથમ ટ્રેન બની છે.નવા રંગ રૂપ ધરાવતી ટ્રેનની સુવિધા ની વાત કરીએ તો , ટ્રેનમાં તમામ સીટ નવા રેકઝીન સાથે તૈયાર કરાઈ ફીટ કરાઈ છે.
તેમાં ઠેર ઠેર હેરિટેજ પેઈન્ટીંગ્ઝ લગાવાયાં છે. ટ્રેનમાં તમામ કોચમાં એલઈડી લાઈટ લગાવાઈ છે. એસી કોચમાં ગેંગવે અને શૌચાલય આસપાસની દિવાલો પર કલર વિનાઈલ ફિલ્મ લગાવાઈ છે. તમામ કોચમાં રાત્રિના અંધારામાં પણ દેખાય તેવા ચમકતાં રેટ્રો રીફ્લેક્ટિવ ડેસ્ટીનેશન બોર્ડ લગાવાયાં છે જેથી પ્રવાસીઓને આવનારાં બીજા સ્ટેશન અંગે આપોઆપ માહિતી મળતી રહેશે. ટ્રેનમાં ઈકો ફ્રેન્ડલી બાયો-ટોઈલેટ લગાડાયાં છે.
તમામ એસી કોચના ટોઈલેટ્સ ઓટોમેટિક સીટ કવર ડિસ્પેન્સરવાળા છે. નવા સ્ટેઈનલેસ સ્ટીલના નળ અને બાથરૂમ ફિટીંગ્સ લગાડાયાં છે. ટ્રેન સંસદ વિનોદ ચાવડાએ ભુજ રેલવે મથકેથી પ્રસ્થાન કરાવી હતી. મુસાફરી કરનારા યાત્રિકો એ રેલવેની આ સુવિધા ને વધાવી હતી.