હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલે છે અને લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યાં છે, ત્યારે પીએમ મોદી 4-5 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ અમદાવાદમાં બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેને પગલે અમદાવાદ પોલીસ કમિશનરે 2થી 16 માર્ચ સુધી અમદાવાદમાં ધારા 144 લાગુ કરી છે.
આમ શહેરમાં સરઘસથી લઈ 4થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ લાગ્યો છે. અમદાવાદમાં પીએમ મોદી સિવિલ હોસ્પિટલનું ઉદ્ધાટન અને મેટ્રો ટ્રેનના ફેઝ-1નું પણ લોકાર્પણ કરશે. આ સિવાય પીએમ મોદી ગાંધીનગરના જાસપુરમાં ઉમિયા મંદિરનું ભૂમિ પૂજન કરશે.