૧૧ દિકરીઓને ૧૧૧ કરરીયાવરની વસ્તુઓ તેમજ સંતોના આશિષ સાથે વિદાય અપાશે: ટ્રસ્ટીગણે અબતકના આંગણે
લગ્નની મોસમ પૂર બહારમાં છે ત્યારે ઓછા ખર્ચમાં લગ્ન થાય તે દરેક વ્યકિત ઈચ્છતી હોય છે આ માટે સમુહ લગ્નએ ખૂબજ યોગ્ય વિકલ્પ છે. જ્ઞાતી, સમાજ, સંસ્થાઓ દ્વારા સમુહ લગ્નનોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે ૭મા સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજકો એ અબતકનું મુલાકાત લીધી
ત્રીવેણી સંગમ ચે.ટ્ર. દ્વારા આયોજીત સાતમો સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું ઝાઝરમાન આયોજન રાજકોટ શહેર કોઠારીયા રોડ ખાતે રવિવારે રોજ ૧૧ દિકરીઓને હોંશભેર તથા ૧૧૧ થી વધુ કરીયાવરની વસ્તુઓ કન્યા દાનમાં આપી દિકરીઓને સંતોના આશિષ સાથે વિદાયઆપીશુ જેમાં શ્રી ગાંડીયા બાપુ શ્રી નરસંગબાપુ શ્રી રાજેન્દ્ર ભારથી હરજીવનબાપુ, અવધેશબાપુ, ત્રીકમદાસબાપુ, મધુસુદન લાલજી તથા નિલકંઠ સ્વામી દિકરીઓને આશિષ વચન પાઠવશે તથા સેવાકીય કાર્ય કરતા અનેક ટ્રસ્ટોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે સમુહ લગ્નનું સંપૂર્ણ આયોજન પ્રમુખ નયનભાઈ ડી. મકવાણા હોશભેર કરી રહ્યા છે. સાથે ટ્રસ્ટીઓમાં વર્ષાબેન રૈયાણી, ચીમનભાઈ રામાણી, રજનીકાંતભાઈ સાંગાણી, જયદીપભાઈ સીદપરા, હાર્દિકભાઈ ટાંક, જહેમત ઉઠાવી છે.