તાજેતરમાં જ એસ.ટી. ના કર્મચારીઓને સાતમાં પગાર પંચ માટે યોજાયેલા આંદોલન બાદ તેમની માંગ સ્વીકાર્યા બાદ રાજયના તબીબી શિક્ષકોએ સાતમાં પગાર પંચ માટે શહેરના સીવીલ હોસ્પિટલમાં મેડીકલ પ્રોફેસર દ્વારા રેલી યોજી મેડીકલ કોલેજના ડીનને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.
ગુજરાત મેડીકલ ટીચર એસોસિએશન રાજકોટ બ્રાન્ચ દ્વારા સરકારના ૪ લાખ કર્મચારીઓ અને ૪ લાખ જેટલા પેન્શરોને સાતમાં પગાર પંચ મુજબ પગાર આપવામાં આવતા હોય ત્યારે હાલમાં એસ.ટી. ના કર્મચારી અને આરોગ્ય કર્મચારીને સાતમા પગાર પંચ લાગુ પડયા બાદ મેડીકલ કોલેજના પ્રોફેસરો દ્વારા રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે રેલી યોજી મેડીકલ કોલેજના ડીનને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.