સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડના બજેટ માટે ડિરેક્ટરની ખાસ બેઠક યોજાઇ હતી. ચેરમેન ડી.કે. સખીયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. અધ્યક્ષતામાં યોજાઇ આ બેઠક આ વર્ષ 2019-20 માટે 27 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. આ બજેટમાં યાર્ડમાં બે નવા પ્લૅટફૉર્મ સહિતના વિવિધ વિકાસકાર્યોની જોગવાઈ કરવામાં આવી હતી. આ બેઠકને ચર્ચા વિચારણા બાદ તમામ સર્વાનુ મતે મંજુર કરવામાં આવી હતી.
આ અંગે માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ અબતક સમાચારને વિગતો જણાવતા કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મંજૂર કરવામાં આવશે તો જૂના તથા નવા યાર્ડમાં રિનોવેશનનું કામ કરવામાં આવશે. સાથે જ 1- પ્લૅટફૉર્મ અનાજ વિભાગ, તથા 2-પ્લૅટફૉર્મ કપાસ વિભાગમાં બનાવવામાં આવશે.