જામજોધપુર નગપાલીકાનું ગત જનરલ બોર્ડ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફરી તા.૨૭ના રોજ મળતા જે ફણી આક્ષષપોના મારા સાથે ધણધણ્યું વિપક્ષોએ વોકઆઉટ કરેલ જેમાં ગત વખતે થયેલ ઠરાવો તેમજ કામોને અપાયેલ બહાલીઓનાં યોગ્ય એજન્ડા સાથે ન મળતા વિપક્ષ પદે રહેલ તમામ કોંગ્રેસ સદસ્યો એ વોકઆઉટ કરેલ હતુ.
તેમજ આક્ષેપો કરેલ હતા કે રાજયમાં નંબર મેળવવા મુખ્ય વિસ્તારોમાંજ સફાઈ ચલાવવામાં આવે છે. બાકી અંદરનાં વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાયા છે. સીસીરોડમાં લોખંડ નાખવાનું ટેન્ડરમાં હોવા છતા નાખવામા આવેલ નથી જે કોના ફાયદા માટે!ચીફ ઓફીસરની પણ આ બાતે મીલીભગત હોય તેમ વિપક્ષ દ્વારા જણાવેલ છે