દામનગર ના દહીંથરા અલખઘણી ગૌસેવા ટ્રસ્ટ ની ભગવાન મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પધારતા સંસ્થા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું
જેન શાશન પ્રભાવક હર્ષસાગરસુરીશ્વરજી મહારાજે પાંચો થી વધુ મુક બીમાર પશુ ઓ ની સેવા કરતી સંસ્થા ની સેવા થી ગદગદિત થયા હતા હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબે જીવદયા ના સુંદર પરમાર્થ કરતા સ્વંયમ સેવકો ની ખૂબ સરાહના કરી કરી હતી
પાલીતાણાથી વિહાર કરી જામનગર તરફ જતા જેન દિવાકર હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ દામનગર ના દહીંથરા ખાતે પરોપકાર કાર્ય કરતી શ્રી અલખઘણી ગૌશાળા માં પધારી મંગલીક ફરમાવ્યું અને સર્વ સ્વંયમ સેવકો ને દેવદૂત ની ઉપમાં આપતા કહ્યું
દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતી સંસ્થા માં આટલી સરસ વ્યવસ્થા સાથે અબોલ જીવો ની સેવા ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાર કરાવી જાય છે અંતરઆત્મા ને ખૂબ આનંદીત કરાવ્યો છે જેન શાશન પ્રભાવક હર્ષસાગરસુરીશ્વરજી મહારાજ પાલીતાણા થી વિહાર કરી જામનગર તરફ જતા રસ્તા માં આવતી જીવદયા ની પ્રવૃત્તિ કરતો સંસ્થાઓ માં મંગલીક ફરમાવી સ્વંયમ સેવકો ની ખૂબ સરાહના કરી જીવ આપી ને પણ જીવો બચાવો ની શીખ આપતો સંદેશ આપ્યો હતો ખૂબ મોટી સંખ્યા માં ગૌભક્તો જેન જેનોતર ઉપસ્થિત રહ્યા હતા