૭-૩ થી ૨૩-૯-૨૦૨૦ સુધી દોઢ વર્ષ રાહુ મિથુન રાશીમાં રહેશે: જેની વિવિધ રાશીના જાતકો પર અસર થશે
ગુરુવારે રાહુનુ મિથુન રાશીમાં ભ્રમણ તારીખ ૭-૨-૨૦૧૯ ના વહેલી સવારે ૫.૩૪ કલાકે રાહુ કર્ક રાશીમાંથી મિથુન રાશીમાં પ્રવેશ કરશે આમ બારેય રાશીને રાહુ કેવું ફળ આપશે.
મેષરાશી (અ.લ.ઇ)
મેષ રાશીના લોકોને રાહુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે આથી લાભ આપનાર બનશે ભાઇઓ બહેનોથી સાથ સહકાર મળે મહેનતનુ પુરતુ ફળ આપે નાની મુસાફરી લાભ આપનાર અને સાહસ અને હિંમતમાં વધારો થાય
વૃષમ રાશી (બ.વ.ઉ)
વૃષભ રાશીના લોકોને રાહુ ધન સ્થાન માંથી પસાર થશે વાણીમાં સંયમ રાખવો જરુરી બચતમાં વધારો જરુર થાય ઉચ્ચ અભ્યાસ કરતા વિઘાર્થીને લાભ આપે વારસાકિય પ્રશ્નો ઉદભવે
મિથુન રાશી (ક.છ.ધ)
મિથુન રાશીના લોકોને રાહુ પોતાની રાશીમાં ચંદ્ર સાથે પસાર થશે શારીરિક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવું જરુરી છે. ખોટા વિચારો કરવા નહિ. આરોગ્યનું ખાસ ઘ્યાન રાખવું ભાગીદારો સાથે સુમેળ રાખવો દાંમ્પત્ય જીવનના નિર્ણયો સમજી વિચારીને લેવો
કર્ક રાશી (ડ.હ)
કર્ક રાશીના જાતકોને રાહુ વ્યય ભુવનમાંથી પસાર થશે આથી દેણુ કરવું નહિ ખોટી દોડધામ થી બચવું દરેક કામમાં સાવચેતી રાખવી જરુરી બને છે. મહોદેવજીની ઉ૫ાસના પુજા કરવી રાહુનુ દાન મંદીરે મુકવું
સિંહ રાશી (મ.ટ)
સિંહ રાશીના લોકોને બારમા રાહુથી રાહત મળશે અને લાભ સ્થાનમાં રાહુ આવશે જે આવકમાં વધારો કરે મોટાભાઇ-બહેનોથી સાથ સહકાર મળે સાથે સંતાનો બાબતે ઘ્યાન આપવું તેમની વિઘા-અભ્યાસમાં ઘ્યાન આપવું જરુરી
કન્યા રાશી (પ.ઠ.ણ)
ક્ધયા રાશીના લોકોને રાહુ કર્મ ભૂવન માંથી પસાર થશે આથી વ્યાપાર વૃઘ્ધિ થાય કમીશનથી વ્યાપાર કરતા હોય અથવા રાજયબહાર વ્યાપાર કરતા હોય તેમને વધારે લાભ મળે માતાના આરોગ્ય બાબતે ઘ્યાન રાખવું જરુરી
તુલા રાશી (ર.ત)
તુલા રાશીના જાતકોને રાહુ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે વિદેશયાત્રાના યોગ બનાવે આઘ્યાત્મીક બાબતે પ્રગતિ સાથે વિદેશ વ્યાપાર વેગવંતો બને ભાગ્યોદય કારક ગણાય
વૃશ્વીક રાશી (ન.ય)
વૃશ્ર્વિક રાશીના લોકોને રાહુ આઠમા સ્થાનમાંથી પસાર થશે જે વારસા કિય લાભ આપવે સાથે કુટુંબીક બાબતે ઘ્યાન રાખવું જરુરી વાણીમા કટાક્ષ વધે આથી વાણી એટલે કે બોલી મધુર રાખવી રાહુનુદાન તથા જય કરવા
ધન રાશી (ભ.ફ.ધ.)
ધન રાશીના લકોને રાહુ સાતમા સ્થાનમાંથી પસાર થશે જે જાહેર જીવનમાં માન સન્માન આપે દામ્પત્યજીવન સુખમા વધારો કરે સાથે ખોટા વિચાર વાયુ થી બચવું આરોગ્યનું ઘ્યાન રાખવું જરુરી બનશે.
મકર રાશી (ખ.જ)
મકર રાશીના લોકોને રાહુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે જુની બીમારીમાંથી રાહત મળે શત્રુઓ દુર થાય મોસાળ સુખ વધે નોકરીમાં પ્રમોશન મળે
કુંભ રાશી (ગ.શ.સ)
કુંભ રાશીના લોકોને રાહુ પાચમ સ્થાનમાંથી પસાર થશે વિઘા અભ્યાસ કરતા વિઘાર્થીઓને પ્રગતિ થાય સંતાન સુખાકારીની પ્રાપ્તિ થાય પાછલા જન્મના કર્મોનું સારુ ફળ અપાવે.
મીન રાશી (દ.ચ.ઝ.થ)
મીન રાશીના લોકોને રાહુ ચોથેથી પસાર થશે જે હાનીકારક ગણાય છતાં જે જન્મના ગ્રહ સારા હોય તો પોતાના જમીન મકાન મેળવાના યોગ યશ જે લોકોને હ્રદય રોગની બીમારી છે. તેવો એ ખાસ ખ્યાલ રાખવો વ્યાપારમાં પુરતુ ઘ્યાન આપવું જરુરી છે. રાહુનુ દાન તથા જપ કરવા આપણા દેશ ભારતની રાશી ધન ગણાય રાશી પ્રમાણે રાહુનુ ફળ કથન જોતા મિથુનનો રાહુલ સાતમા સ્થાનેથી પસાર થશે.
આથી આ દોઢ વરસ દરમ્યાન ભારતને પ્રખ્યાતી મળતી રહેશે. વિદેશ હજુ પણ ભારતનું નામ થશે વિદેશ વ્યાપારમાં વધારો થાય સાથે રાહુની દ્રષ્ટિ પ્રમાણે ર૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી શનિ અને રાહુની પ્રતિયુતિ દ્વારા શ્રાપિત દોષ થશે આથી ભારતના લોકોએ રાજકીય બાબતે તથા અન્ય બધી બાબતે સમજી વિચારીને નિર્ણય લેવા જરુરી બનશે. પાકિસ્તાન બાબતે યોગ્ય અને ઝડપી નિર્ણયો લેવા જરુરી બનશે.
મીન રાશીના લોકોને ચોથો રાહુ તથા કર્ક રાશીના લોકોને બારમો રાહુ તથા વૃશ્વીક રાશીના લોકોને આઠમો રાહુ પસાર થશે આથી તેવો એ મહાદેવજીની દરરોજ કાળા તલ થી પુજા કરવી તે ઉપરાંત બુધવારે રાહુનુ દાન મંદીરે મહાદેવજી પાસે મુકવું તથા રાહુના મંત્ર જપ કરવા દર સોમવારે અથવા બુધવારે દ્રી અભિષેક પણ કરવી શકાય જેથી રાહુની અશુભ પીડા માંથી રાહત મળે. રાહુલ તારીખ ૩-૨૦૧૯ થી ૨૩-૯-૨૦૨૦ સુધી દોષ વર્ષ મિથુન રાશીમાં રહેશે.