પુલવામા ખાતે સી.આર.પી.એફ. પર થયેલા આતંકવાદી હુમલા બાદ ૫૬ની છાતી ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની જનતાને ખાત્રી આપેલ કે, આ શહીદોની શહિદી એળે નહિ જાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમય અને સ્થળ નક્કી કરવા ભારતીય સેનાને સંપૂર્ણપણે છૂટ આપવામાં આવેલ. પ્રધાનમંત્રીના આ વાક્યને સાર્થક કરવા વાયુ સેનાએ આજરોજ વહેલી સવારે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના મુસ્ફ્રરાબાદ, બાલકોટ વિગેરે વિસ્તારમાં મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બાર્ડિગ કરી મોટી સંખ્યામાં આતંકવાદીઓ તથા તેના અડ્ડાઓનો નાશ કરેલ છે. તે બદલ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારએ ભારતીય વાયુ સેનાના જવાનો પાકિસ્તાન વિસ્તારમાં જઈ આતંકવાદીના કંટ્રોલ રૂમ, બંકરોનો વિનાસ કરેલ કરી, સહીસલામત પરત ફરેલ છે.
તે બદલ તમામ જવાનોને સલામ સાથે વંદન કરેલ છે. ભારતીય વાયુ સેનાના જાંબાઝ જવાનો દ્વારા કરવામાં આવેલ આ પ્રશંસનીય કાર્યવાહીથી દેશ આખામાં આનંદની લાગણી ફેલાઈ છે. અને પુલવામા આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના જવાનોને સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. તેવું લોકો પ્રતિત કરી રહ્યા