ગુણવંતભાઈના ભત્રીજા ચિ. દિપ અને ચિ. અર્પિતાના સત્કાર સમારંભમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પાઠવ્યા આશિર્વાદ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના પરિવારના આંગણે તાજેતરમાં શુભલગ્નોત્સવ યોજાયો હતો ગુણવંતભાઈ ડેલાવાળાના નાનાભાઈ વિનોદભાઈ ડેલાવાળાના પુત્ર ચિ.દિપ અને ચિ. અર્પિતાના લગ્ન નિમિત્તે દાંડિયા રાસ અને મનોરથ સહિતના વિવિધ શુભ પ્રસંગો યોજાયા હતા. સત્કાર સમારંભ કલાસીક પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. અને તેમાં તમામ ક્ષેત્રનાં મહાનુભાવો નવદંપતિને આશીર્વાદ આપવા આવ્યા હતા.
આ સત્કાર સમારંભમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, ઉચ્ચ સનદી અધિકારીઓ, જી.એસ.ટી.ના અધિકારીઓ, આવકવેરાના અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલીકાના અધિકારીઓ, ભાજપના અગ્રણીઓ, કોંગ્રેસના અગ્રણીઓ, જિલ્લા ભાજપના આગેવાનો, સહકારી બેંકોનાં ડિરેકટરો હોદેદારો, સરગમ કલબના દાતાઓ, જેન્ટસ કમિટી મેમ્બર્સ, લેડીઝક કમિટી મેમ્બર્સ, સલાહકાર સમિતિના હોદેદારો ઉપરાંત મુંબઈ, દિલ્હી, જબલપુર, જલગાવ, અમદાવાદ વડોદરા, આકોલા, અમરાવતી, નાગપુર, જોધપૂર, ઉદયપૂર, ઈન્દોર, જયસીંગપૂર, જગાધરી સહિતના દેશભરમાંથી આવેલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરગમ કલબના માર્ગદર્શન અને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોએ જુદા જુદા પ્રસંગોએ હાજરી આપીને પ્રસંગની શોભા વધારી હતી.
આ શુભ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વીન મોલિયા, રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા સરગમ કલબના દાતાઓ બાન લેબનાં મૌલેશભાઈ પટેલ, કલાસીક નેટવર્કના સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, જગદીશભાઈ ડોબરીયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ ધડુક, પરાક્રમસિંહ જાડેજા, નંદલાલભાઈ માંડવીયા પરસોતમભાઈ પીપળીયા, મગનભાઈ ધીગાણી, વિજયભાઈ કોટક, જયસુખભાઈ ઘોડાસરા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જોઈન્ટ કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની, પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, જેલવિભાગના વડા મોહન ઝા, નિવાસી કલેકટર પી.બી. પંડયા, જીએસટી કમિશનર લલીત પ્રસાદ, ઈન્કમટેક્ષ કમિશનર અંજારીયા, ઈન્કમટેક્ષ વિભાગના જોય, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિષ મહેતા, વેદાંત ઝા, સંતો મહંતો પૂ. પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય બાવાશ્રી (બરોડા),
શ્રી યદુનંદનજી મહોદય બાવાશ્રી (અમદાવાદ), દ્વારકેશલાલ બાવાશ્રી અમદાવાદ, શ્રી વૃજેષબાવાશ્રી (કામવન-રાજકોટ)ના શ્રી કોઠારી સ્વામી, શ્રી ત્યાગ વલ્લભ સ્વામી (યોગીધામ), દીકરાનું ઘરના મુકેશભાઈ દોશી, માનવ કલ્યાણ ટ્રસ્ટના મુકેશ મેરજા, બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય ક્રાંતિ માનવ સેવાના સંજય હિરાણી, સામાજીક અગ્રણીઓ ઉપેનભાઈ મોદી, અનુપમ દોશી, ઈનડોર સ્ટેડિયમના જયેશભાઈ વસા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, કોઠારી હોસ્પિટલના રમણીકભાઈ જસાણી બિલ્ડર એસો.ના ચેરમેન પરેભાઈ ગજેરા, સોની સમાજના અગ્રણી ચમનભાઈ લોઢીયા, વૈષ્ણવ સમાજના હસમુખભાઈ ડેલાવાળા, પ્રજાપતિ સમાજના મનસુખભાઈ ધંધુકીયા, આર.કે.યુનિ.ના શિવલાલભાઈ રામાણી, મારવાડી યુનિ.ના જીતુભાઈ ચંદારાણા, વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ પારેલીયા, આરએસએસના નરેન્દ્રભાઈ દવે, રઘુવંશી સમાજના પ્રતાપભાઈ કોટક, યોગેશભાઈ પુજારા, શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠકકર, જયંતીભાઈ નગદડીયા,ખોડલધામના અગ્રણી હંસરાજભાઈ ગજેરા, હરેશભાઈ પરસાણા, કલાકાર ધીભાઈ સરવૈયા, સુરેશભાઈ પરમાર, એનિમલ હેલ્પલાઈનના મિત્તલ ખેતાણી, કલાસીક વિજ્ઞાન જાથાના જયંત પંડયા, કૃષ્ણ ચિકિત્સાલયના નટુભાઈ કોટક, સૌરા.યુનિ.ના ઉપ કુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્યો નેહલભાઈ શુકલ, મેહુલભાઈ રૂપાણી, વિજયભાઈ ભટાસણા, આ ઉપરાંત વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાના હોદેદારો, શૈક્ષણીક સંસ્થાનાટ્રસ્ટીઓ, સમસ્ત વૈષ્ણવ સમાજના આગેવાનો કંસારા જ્ઞાતિના હોદેદારો, જ્ઞાતિજનો શ્રીજી ગૌશાળાના તમામ હોદેદારો, ટ્રસ્ટીઓ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડા, વિજયભાઈ વાંક,સાધનાબેન ડેલાવાળા લેસ્ટર લંડન નિવાસી દુર્લભજીભાઈ લાખાણી, નિલેષભાઈ, લંડન નિવાસી ચંદુભાઈ નથવાણી, રજનીભાઈ ઠકરાર, પ્રભુદાસભાઈ પોબા, પ્રભુદાસભાઈ મોદી, સરગમ લેડીઝ કલબના સલાહકાર હોદેદારો કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી,
આશાબેન શાહ, ચંદ્રીકાબેન ધામેલીયા, કુંદનબેન રાજાણી લતાબેન તન્ના, જશુમતિબેન વસાણી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, જયશ્રીબેન રાવલ, ભાવનાબેન ધનેશા, ગીતાબેન હિરાણી, રેણુકાબેન યાજ્ઞીક, છાયાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ડેલાવાળા પરિવારની શોભા વધારી હતી.