રાજકોટ જુનાગઢ મેળા સ્પેશ્યલ, જુનાગઢ સત્તાધાર મેળા સ્પેશ્યલ, સોમનાથ જુનાગઢ મેળા સ્પેશ્યલ ટ્રેન સાથે કેટલીક ટ્રેનોમાં કોચ વધારવામાં આવશે
દર વર્ષે જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન થાય છે. રાજકોટ મંડળ રેલ-પ્રબંધક પી.બી. નિનાવેએ જણાવ્યું કે આ મેળામાં જઇ રહેલા યાત્રિઓની સુવિધાને લઇ પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ જુનાગઢ, જુનાગઢ-સત્તાધાર તથા સોમનાથ- જુનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. તથા કેટલીક ટ્રેનમાં કોચ વધારારશે જેમાં રાજકોટ-જુનાગઢ મેળા સ્પેશ્યલ ટ્રેન રાજકોટ તથા જુનાગઢ વચ્ચે ચાર દિવસ ૨૭, ૧, ૨, તથા ૩ માર્ચે વિશેષ લોકલ ટ્રેન દોડાવાશે. આ દિવસો દરમિયાન આ ટ્રેન રાજકોટથી સાંજે ૫.૧૦ વાગ્યે ઉપડશે અને જુનાગઢ રાત્રે ૮ વાગ્યે પહોચશે. આ પ્રમાણે પરત ફરતા આ ટ્રેન જુનાગઢથી રાત્રે ૯.૨૦ વાગ્યે ઉપડશે તથા રાજકોટ રાત્રે ૧૧.૪૦ પહોંચશે.
જુનાગઢ તથા સત્તાધાર વચ્ચે ૬ દિવસ માટે ર૭ થી ૪ માર્ચ સુધી વિશેષ લોકલ દોડાવશે આ દિવસોમાં આ ટ્રેન જુનાગઢથી સવારે ૧૧.૧૦ વાગ્યે ઉપડશે તથા સત્તાધાર બપોરે ૧૨.૫૦ વાગ્યે પહોંચશે. આ પ્રકારે પરત ફરતા આ ટ્રેન સત્તાધાર થી બપોરે ૧.૧૫ વાગ્યે ઉપડશે તથા જુનાગઢ બપોરે ૨.૫૦ પહોંચશે.
સોમનાથ-જુનાગઢ મેળા સ્ટેશ્યલ ટ્રેન છ દિવસ તા. ર૭ થી ૪ સુધી દોડાવાશે. આ ટ્રેન સમોનાથથી રાત્રે ૮.૩૦ વાગ્યે ઉપડશે તથા જુનાગઢ રાત્રે ૧૦.૨૦ વાગ્યે પહોચશે. આ પ્રમાણે પરત ફરતા ટ્રેન જુનાગઢ થી રાત્રે ૧૦.૨૦ વાગ્યે પહોંચશે. આ પ્રમાણે પરત ફરતા જુનાગઢથી રાત્રે ૧૧.૨૦ વાગ્યે ઉપડશે. તથા સોમનાથ અડધી રાત્રે ૧.૩૦ વાગ્યે પહોચશે.