વિવેકાનંદ યુથ કલબ દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાનો ભોગ બનેલા ભારત માતાના પનોતા પુત્રોને વીર અમર જવાનો શહિદોને શ્રદ્ધાંજલી આપવા તેમજ તેઓના આત્માની શાંતી માટે ગાયત્રી પરીવાર વૈશાલીનગરના સહયોગથી ધારેશ્ર્વર મંદિરમાં ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવેલ જે વિશાળ દેશભકત નાગરિકોની ઉપસ્થિતિમાં ભકિતભાવપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો. શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે વિશેષ ગાયત્રીમંત્ર અને મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કરી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી એટલું જ નહીં દેશની એકતા અને અખંડિતતા માટે બધુ જ કરી છુટવાનો સંકલ્પ પણ કરાયો છે.
યજ્ઞના દર્શનાર્થે તેમજ શહિદોને શ્રદ્ધાંજલી આપવા ધારેશ્ર્વર મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ મનુભાઈ મારૂ, દિનેશભાઈ, ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠકકર, મોઢ વણિક સમાજના અગ્રણી અશ્ર્વિનભાઈ સી.પટેલ, ભુપતભાઈ ગાંધી, સેવાભાવી અગ્રણી પ્રફુલભાઈ ગોસ્વામી, બ્રહ્મ અગ્રણી જનાર્દનભાઈ આચાર્ય, કિશોરભાઈ પઢીયાર, ઉમેશભાઈ મહેતા, હરેન્દ્રસિંહ ડોડીયા સહિતના સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પંકજ રૂપારેલીયા, દિલીપ સુચક, નયન ગંધા, પરિમલભાઈ જોષી, ઉર્મિલા વ્યાસ, રમેશ શીશાંગીયા, હરેશ માખાણી, અનિરુઘ્ધ પાઠક, વિઠ્ઠલભાઈ સોજીત્રા, અશ્ર્વિન ચૌહાણ, પારસ મોદી, હરેશભાઈ, વાય.પી. રાઠોડ, બીપીનભાઈ જોષી વગેરે કાર્યરત રહેલ.