કંટ્રોલ નાઈન એરોબેટીક, સ્મોલ પ્લેન, વાઘા બોર્ડર પરેડ અને દુશ્મનોના દાત ખાંટા કરતા પ્રોજેકટો નિહાળી લોકોમાં હાઈ જોશ !!!
જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ દ્વારા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૪ દિવસીય ડીફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સતત ત્રીજા દિવસે જીનીયસ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા વાઘા બોર્ડર પરેડ કરવામાં આવી હતી જેમાં જીનીયસ ગ્રુપના વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહપૂર્વક પ્રદર્શન કર્યું હતુ.
વાઘા બોર્ડર પરેડ બાદ ૩ ગુજરાત એર વિંગ એન.સી.સી. દ્વારા એરો મોડેલ CANRAyઅને કંટ્રોલ નાઈન એરોબેટીક સ્મોલ પ્લેનનું ચઢાણ અને ઉતરાણનો ડેમો કરવામાં આવ્યો હતો. આ બંને મોડેલો એર વિંગ એન.સી.સી.ના કેડેટસ દ્વારા એરો મોડેલીંગ ઈન્સ્ટ્રકટર વાય.આઈ. શર્માના માર્ગદર્શન હેઠળ બનાવામાં આવ્યા હતા.
શિવાજી મહારાજની રાયગઢ કિલ્લો મા પ્રોજેકટ: તેજ ઠુંમર
જીનીયસ સ્કુલના તેજ ઠુંમરે જણાવ્યું હતુ કે હું ડિફેન્સ યુથ ફિએસ્ટામાં રાયગઢ કિલ્લાનો પ્રોજેકટને પ્રદર્શિત ક છું આ રાયગઢ કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો છે. જેને છત્રપતિ શિવાજીએ બનાવ્યો છે. આ રાયગઢ કિલ્લાની ખાસીયત એવી છે કે દુશ્મન દેશ હુમલો કરવા આવે તો એ ખીણમાં પડી જાય અને જેટલા ઉપર આવે એને શિવાજીની આર્મી તોડી નાખે છે. આ રાયગઢ કિલ્લામાં શિવાજીની સમાધી પણ છે.
રશિયન ટેકનોલોજીથી ટી.૯૦ ટેન્ક બનાવાય: સત્યરાજસિંહ ઝાલા
રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થી સત્યરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે મારા પ્રોજેકટનું ટી.૯૦ ટેન્ટ છે જે રશિયાએ બનાવેલો છે. આ ટેન્ટ અત્યાર સુધીને લેટેસ્ટ ટેકનોલોજી છે. ૨૦૦૪માં ટી.૯૦ ભારતમાં આવ્યો હતો. જે ભારતમાં આ ટેન્ટને ‘ભિષ્મ’ નામ આપ્યું હતુ ત્યારબાદ આવા ૧૦ ટેન્ટ ૨૦૦૯માં ભારતમાં આવ્યા હતા. ભારતે એવું વિચાર્યું છે કે હજી આવા ૧૬૪૦ ટેન્ટ ૨૦૨૦ સુધીમાં લાવવામાં આવશે.
આ ટેન્ટની મિસાઈલ રેન્જ ૧૦૦ મીટરથી ૪૦૦૦ મીટર સુધીની છે. અને મિસાઈલ વેઈટ ૨૩કીલો છે. ભિષ્મ ટેન્ટમાં ૪ કીલો ટ્રાવેલ કરવામાં માત્ર ૧૧ જ સેક્ધડ લાગે છે તેમજ આ ટેન્ટ સેલ્ફ પ્રોટેકટેડ છે.
રેડિયો કન્ટ્રોલ એરો મોડેલ પ્લેન વાયુસેનાને મદદરૂપ : એરો મોડેલીંગ ઈન્સ્ટ્રકટર વાય.આઈ. શર્મા
૩ ગુજરાત એર વિંગ એન.સી.સી. ભાવનગરના એરો મોડેલીંગ ઈન્સ્ટ્રકટર વાય.આઈ. શર્માએ જણાવ્યું હતુ કે અમે ભાવનગરથી ડીફેન્સ ફિયેસ્ટામાં એરો મોડેલ્સ લઈને આવ્યા છીએ જેમાં અમે એરો મોડેલ ને ઉડાડીને અહી આવેલા મુલાકાતીઓને બતાવ્યું હતુ અમારી સાથે CANRAy અને કન્ટ્રોલ નાઈન એરોબેટીક સ્મોલ એમ બે મોડેલ લઈને આવ્યા છીએ CANRAy એરો મોડેલ છે. સાચા પ્લેન જેવું છે. આ રેડીયો ક્ધટ્રોલ પ્લેન છે.
એમાં કોઈ પાઈલોટ હોતો નથી આ પ્લેનને જમીન પર ઉભા રહીને ૧ કીમી સુધી કન્ટ્રોલ કરી શકાય છે. અને મોટા વિમાનની જેમ જ એ જમીન પર દોડી ટેક ઓફ અને લેન્ડીંગ કરે છે. આ પ્લેનને લેવલ ગ્રાઉન્ડની જગ્યા ૫૦ મીટર જેટલી જરૂર પડે છે. બીજુ પ્લેન કન્ટ્રોલ નાઈન એરોબેટીક સ્મોલ જે ફાયટર પ્લેન જે કરતબ કરે સ્ટંટ કરે એ રીતે બધી જ સ્ટંટ કરી શકે છે. એટલે એને સ્ટંટ પ્લેન પણ કહેવાય છે.
આ બંને એરો મોડેલનું એરવિંગ એન.સી.સી.માં ક્ધટ્રકશન અને ફલાઈંગ શીખવાડવામાં આવે છે. જેથી તેઓ ટ્રેઈન થઈને ઓલ ઈન્ડીયા વાયુ સૈનિક કેમ્પ અને આર.ડી.સી. કેમ્પમાં ગુજરાત તરફથી રીપ્રેઝેન્ટ કરે છે.