પ્લાન્ટ આધારીત ખોરાક જેમાં મોસમી ફળો, શાકભાજી, વિવિધ પ્રકારની દાળ અને અનાજનું સેવન કરવાથી હદયનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને એથ્લેટીસ યોગ્ય પ્રદર્શન કરી શકે છે.
શું તમે એથ્લેટ છો? તમે દરરોજ શું જમો છો? એક સારા એથ્લેટ માટે કેવો પ્રકારનો ખોરાક જરુરી છે. તેની તમને જાણ છે? એક સારા એથ્લેટ કે દોડવીર માટે પ્લાન્ટ આધારીત ખોરાક લેવાથી પર્ફોમેન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. મહત્વનું છે કે આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતમાં એક સારા દોડવીર બનવા માટે શું ખોરાક લેવા જોઇએ કે અન્ય સ્પોર્ટસ માટે કેવા પ્રકારનો ડાયટ પ્લાન કરવો જોઇએ તેનું યોગ્ય માર્ગદર્શન મળતું નથી. અને માટે જ ગુજરાતમાં અન્ય રાજયની સરખામણીમાં દોડવીર ની સંખ્યા ઓછી છે.
એક સારા દોડવીર બનવા માટે પ્લાન્ટ બેઇઝડ ફુડ એટલે કે ફુટ, શાકભાજી , દાળ અને અનાજનો ઉપયોગ કરવો જોઇએ. ખાસ કરીને શાકાહારી ખોરાક ખાવો જોઇએ. કેમ કે પ્લાન્ટસ અને વીટામીનથી ભરપુર હોય છે. જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને એક સારા દોડવીર માટે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેસશ પર કંટ્રોલ હોવો જરુરી છે. પ્લાન્ટ આધારીત ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે અને પાચનમાં પણ સહેલું હોય છે માટે પાચન તંત્ર ખુબ જ ઝડપી બને છે.
એક અઘ્યયન પ્રમાણે પ્લાન્ટ આધારીત ખાદ્ય પદાર્થ ના સેવનથી એથ્લેટોનું હ્રદય સારી રીતે કાર્યરત રહે છે. જેની સીધી અસર એથ્લેટના પ્રદર્શન પર પડે છે. વધુમાં બાર્નર્ડ મેડીકલ સેંટરના સહ લેખક જેમ્સ, લૂમિશે કહ્યું કે, વધુમાં વધુ એથ્લેટસ શાકાહારી ભોજન લેવાનું પસંદ કરે છે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. તમે કાઉચ-ટુ-પ માટે ટ્રેનીંગ લઇ રહ્યા હોય કે આયરમેન ટ્રાયથલોને પણ પ્લાન્ટસ આધારીત ખોરાક એથ્લેટીક પ્રદર્શન અને રિકવરીમાં સુધાર માટે ખુબ જ મહત્વનું છે.
પ્લાન્ટ આધારીત ખાદ્ય પદાર્થ હ્રદય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે જે એથ્લેટો માટે ખુબ જ જરુર છે. સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે સારી રીતે પ્રશિક્ષિત એથ્લેટીસને હ્રદય રોગનો ખતરો રહે છે. ૨૦૧૭ માં પ્રકાશિત એક અઘ્યયનમાં જાણવા મળ્યું હતું કે મીડલએજ માં ૪૪ ટકા એથ્લેટોને હ્રદય ની બિમારી હતી જયારે ઓલ્ડ એજ સાઇકલીસ્ટ અને દોડવીરો કોરોનરી થી પીડાતા આહાર પેટના છે. પ્લાન્ટ આધારીત ખોરાક એથેરોસ્કલેરોસિસના સાથે સંકળાયેલી બિમારીઓ જેમાં બ્લડ પ્રેશર, શરીરનું વજન અને ડાયાબીટીશનો સમાવેશ થાય છે. તેને કંટ્રોલ કરે છે.
શાકાહારી ભોજન જેમાં પ્લાન્ટસ આધારીત ખોરાક લેવામાં આવે છે. જેના સેવનથી કાર્બો હાઇડ્રેટસ મજબુત થાયછે. અને કાર્બો હાઇડ્રેટસ ને કારણે એથ્લેટના પર્ફોમેન્ટમાં પણ સુધારો આવે છે. જો કે વ્યાપામ અને શારીરિક પ્રશિક્ષણ દરમિયાન કાર્બ્સ ઉર્જાનું પ્રાથમીક સ્ત્રોત હોય છે. માટે કાબોહાઇડ્રેટસ વાળો ખોરાક લેવો જરુરી છે. આ ઉપરાંત પ્લાન્ટસ આધારીત ખોરાક કે શાકાહારી ભોજન રકત પરિભ્રમણ ને વધારવામાં અને ઓકસીડેટીવ તનાવ ઓછો કરવાની સાથે સાથે એથ્લેટીકોના પ્રદર્શનમાં વધારો કરે છે. પ્લાન્ટ આધારીત ખોરાકમાં સિઝનેબલ ફળો અને શાકભાજીની સાથે સાથે અનાજ અને દાળને સામેલ કરવું જોઇએે. આહારમાં એવા પદાર્થોનું સેવન કરવું જોઇએ જેમાં વિટામીન બી-૧ર પ્રોટીન કેલ્શીયમ અને આયર્ન થી ભરપુર હોય આ તમામ આવશ્યક પોષક તત્વો પ્લાન્ટસ આધારીત ખોરાકમાં મળી રહે છે જે એથ્લેટ માટે જરુરી છે.
પ્લાન્ટ આધારીત ખોરાક હ્રદયની તંદુરસ્તી વધારે છે જે એથ્લેટીસ્ટો માટે ખુબ જ જરુરી છે. એથ્લેટીસ્ટોને અન્ય રમતવીરોની તુલનામાં વધુ કેલરીની જરુર હોય છે અને જો તે આહારમાં પોષક તત્વોથી ભરપુર ખોરાક ફળ, શાકભાજી , દાળ અને અનાજનું સેવન કરે તો આ ખારોક તેની પોષણ સંબંધીત બધી જરુરીયાતને પુરી કરે છે.