સામાન્ય નહિ પરમાર્થ માટે વિશિષ્ટ કુટુંબ સ્વ. લખમણદાદા નારોલા પરિવારમાં એક વ્યકિતનો વિચાર સમસ્ત કુટુંબ માટે સર્વ સ્વીકાર્ય બનાવ્યો

સુરત થી દામનગર ખાતે લગ્ન પ્રસંગ માં આવેલ સમસ્ત લખમણદાદા પરિવાર ના ધીરૂભાઈ પુનાભાઈ નારોલા ખીમજીભાઈ રામજીભાઈ નારોલા ભુપતભાઇ જીવરાજભાઈ નારોલા ઠાકરશીભાઈ કેશુભાઈ નારોલા કાળુભાઈ જીવરાજભાઈ નારોલા ધનસુખભાઈ નારોલા ગોઢાવદર નાથાભાઈ નારોલા ભેસાણ ધીરુભાઈ નારણભાઈ નારોલા રાઘવભાઈ કલ્યાણભાઈ નારોલા ઉકભાઈ દુલાભાઈ નારોલા વલ્લભભાઈ પોપટભાઈ નારોલા છગનભાઈ જીવરાજભાઈ નારોલા ડાયાભાઈ ઉકાભાઈ નારોલા પ્રેમજીભાઈ નાગજીભાઈ નારોલા હરેશભાઇ લાભુભાઈ નારોલા બાબુભાઈ નાનુભાઈ નારોલા ભુપતભાઈ દુલાભાઈ નારોલા સહિત ના કુટુંબી ઓ એ નંદીશાળા નિહાળી ખૂબ ખુશ થઈ ને સંસ્થા ની સારી સેવા જોઈ પ્રભાવિત થયા  અને કુટુંબ ના યુવાનો ને વાત કરતા ની સાથે એકયતા ભાતૃપ્રેમ અને પરમાર્થ માટે પંકાયેલ સમસ્ત સ્વ લખમણદાદા નારોલા ના યુવાનો દરેક પ્રકાર ના પરમાર્થ જીવદયા માં હમેશા અગ્રેસર જ હોય છે ત્યારે જમીનદાન  ની વાત કરતા ની સાથે સ્વ લખમણદાદા નારોલા પરિવાર ના દરેક સભ્યે એ ત્વરિત જ નિર્ણય  કર્યો  સારા કામ માં ચોઘડિયા થોડા જોવાય ? સ્વ લખમણદાદા નારોલા પરિવાર ના કોઈ પણ સભ્યે એ કોઈ પણ પ્રકાર નો નિર્ણય કર્યો હોય તે સમસ્ત લખમણદાદા નારોલા પરિવાર માટે આબાલ વૃદ્ધ મહિલા બાળકો નાના મોટા સર્વ માટે સ્વીકાર્ય બને છે

દામનગર શહેર માં અબોલ જીવો ની સેવા કરતી જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા માં બળદો ની સેવા થી ખુશ થઈ શહેર ની રહેણાંક વસાહત માં અતિ કિંમતી રૂપિયા ત્રણ કરોડ ની જમીન જીવદયા પરિવાર ટ્રસ્ટ ને અબોલ જીવો ના સ્વાશ્રય  માટે દાન કરી સમસ્ત માનવ સમાજ માટે ઉમદાઉદરણ પૂરું પાડતી સયુંકત કુટુંબ ભાવના ના હિમાયતી નારોલા પરિવાર ની ઉદારતા નંદીશાળા ના મોભી ભગવાનભાઈ નારોલા સહિત સમગ્ર જીવદયા પરિવાર ના સ્વંયમ સેવકો ની વિશાળ ઉપસ્થિતિ માં નંદીશાળા ને સંકુલ માટે અર્પણ કરાય હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.