રાજયસભા ચૂંટણીકાંડ
ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ પર લગાવ્યા આરોપો
કોંગ્રેસના માજી વિરમગામના ધારાસભ્ય કે જેઓ બીજેપી સામે હારી ગયા હતા. ૨૦૧૭ની રાજયસભાની ચૂંટણીમાં તે ડો.તેજશ્રી પટેલે ગુજરાત હાઈકોર્ટને જણાવતા કહ્યું હતું કે, તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય જે લીધો હતો તેનું મુખ્ય કારણ ભરતસિંહ સોલંકી છે. જીપીસીસી એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી છોડવા માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અનેક કોંગી દિગ્ગજો સામે આરોપો કર્યા હતા. જેનું એકમાત્ર કારણ અહેમદ પટેલની તરફેણમાં મત આપવાનું હતું. જેના માટે અનેકવાર ધાકધમકી પણ આપવામાં આવી હતી.
વધુમાં તેજશ્રી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેને પણ ક્રોસ એકઝામીન કરવામાં આવ્યા હતા. અહેમદ પટેલના વકીલ દ્વારા જેમાં ભાજપના નેતા બલવંતસિંહ રાજપુત દ્વારા જે કોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી હતી રાજયસભાની ચૂંટણી જીત્યા બાદ.
પૂર્વ ધારાસભ્ય કે જેઓ ભાજપ તરફથી ચૂંટણી લડયા હતા અને ડિસેમ્બર ૨૦૧૭માં એસેમ્બલી ઈલેકશનમાં ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકીના અનેકવિધ નિર્ણયોના કારણે તેમણે નારાજગી રહી હતી જેના ફલ સ્વરૂપે તેઓએ કોંગ્રેસ પક્ષ છોડયું હોવાનું સામે આવ્યું છે.
વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકલ કમીટીના નામની જાહેરાત કરવામાં જીપીસીસી દ્વારા તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા જે પણ એક મહત્વપૂર્ણ વાત રહી છે. ત્યારે ડો.તેજશ્રી પટેલે જણાવ્યું હતું કે, તેમને અનેક વખત ધમકાવ્યા હતા કે તેમનો મત તેમને અહેમદ પટેલને જ આપવાનો રહેશે ત્યારે તેમની સાથે અન્ય કોંગી ધારાસભ્યોએ પણ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામુ આપી દીધું હતું.
તેજશ્રીબેન પટેલના એફીડેવીટમાં જણાવવામાં આવ્યું હતું કે, જયારે રાજયસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે કોંગ્રેસના અનેકનેતા જેવા કે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ કોંગી ધારાસભ્યોને તેમનો મત અહેમદ પટેલની તરફેણમાં આપવાનું જણાવ્યું હતું. ત્યારે વધુમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે, પક્ષ દ્વારા તેમને લુભાવવામાં આવ્યા હતા કે તેમને એસેમ્બલી ઈલેકશનમાં પાર્ટી તેમને ટીકીટ પણ આપશે પરંતુ તેમની આ મેલી રાજનીતિના કારણે તેઓએ કોંગ્રેસ પણ છોડવાનું નકકી કર્યું હતું.