લોકોના ટોળા અને અધિકારીઓ ઘટનાસ્થળે
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કરાયા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હોવાના અહેવાલ છે.
ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામલોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.