ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
આજે અમદાવાદ શહેર પોતાનો 608મો જન્મદિવસ મનાવી રહ્યું છે. 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો 608મો જન્મદિવસ. અમદાવાદ પહેલેથી જ આગવું હતું, પણ યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન અપાતા તે વધુ આગવું બની ગયું છે.
હવે તો અમદાવાદ ધીમે ધીમે મેટ્રો સીટી પણ બનવા લાગ્યું છે. અમદાવાદને કેટલાક લોકો કર્ણાવતી તરીકે પણ ઓળખે છે. અમદાવાદ શહેરની સ્થાપના બાદશાહ અહેમદશાહે કરાવી હતી. અને તેમના નામ પરથી અહેમદાબાદ નામ પડ્યું હતું જે આગળ જતાં અમદાવાદ તરીકે ઓળખાયું.
કહેવાય છે કે, ‘જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’. એટલે કે બાદશાહે સાબરમતી નદીના કિનારે કૂતરા પર સસલાને બેઠેલું જોયું તો બાદશાહને થયું કે અહીંનું પાણી કેવું હશે? અને બાદમાં બાદશાહે અહીં શહેર વસાવવાનો વિચાર કર્યો.
અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. 1960 થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની પણ રહી ચૂક્યું છે. એક સમયે અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ધમધમતો હતો, તેથી અમદાવાદ ‘માન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખાતું હતું