લાઠી ખાતે થી સુજલામ સુફલામ જળસંચય અભિયાન નો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી શ્રો આર સી ફળદુ સરકારશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ અંતગૅત સુજલામ સુફલામ યોજનાના જળક્રાંતિ અભિયાનમા ડેમ ઉંડો ઉતારવાનુ ખાત મુહુતૅ કરવામા આવ્યુ.
અમરેલીના લાઠીમા ભાદાણી ડેમ તરીકે ઓળખાતા ડેમને દુધાળાના ધોળકીયા ફાઉન્ડેશન ના સહયોગથી તેમજ શહેરના સમસ્ત દાતાઓની પ્રેરક ઉદારતાથી ૬૦/૪૦ ની યોજના અંતગૅત ડેમ ઉડો ઉતારવાનુ ખાત મુહુતૅ કૃષિ મંત્રી આર.સી.ફળદુ,પ્રભારી મંત્રી,સાંસદ કાછડીયા,નગરપાલીકા પ્રમુખ કોટડીયા,ના હસ્તે કરવામા આવેલ.
જીલ્લા કલેકટર આયુષ્ય ઓક,પ્રાત અધિ.અસારી.મામલતદાર મનાત.નોડેલ ઓફીસર.ટીડીઓ.તેમજ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં આ યોજનામા અંદાજે પાંચ કરોડ જેવો ખર્ચ કરી વધુ મા વધુ પાણીનો સંગ્રહ થાય તે માટે ત્રણ મીટર જેટલો ડેમ ઉંડો કરવાનુ રિવર મેન હરેકૃષ્ણ એક્સપોર્ટ ના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા એ તેમના વક્તવ્ય માં જણાવ્યું