ઉપાશ્રયના શિલાન્યાસથી નિર્માણને પ્રથમ ચતુર્માસ સુધીના સંભારણા રજૂ કર્યા ભાવિકોએ મહિનામાં ૪ દિવસ રાત્રી ભોજન ત્યાગની પ્રતિજ્ઞા કરી
ભાગ્યવંતાજી સાધના સ્મૃતિ ટ્રસ્ટ નિમિતે ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા. જૈન સંઘ પારેખ ઉપાશ્રયના રજત જયંતિ વર્ષમાં ઉપાશ્રય નિર્માણ પ્રેરણાદાતા પૂ. ધીરગૂદેવ સૌરાષ્ટ્રની ધર્મયાત્રા પૂર્ણ કરી રવિવારે પધારતા દિવ્યેશભાઈ મહેતાના નિવાસેથી સ્વાગત સામૈયું મુખ્ય માર્ગે થઈ ધર્મસ્થાનકમાં પૂર્ણ થયા બાદ સંઘ પ્રમુખ નવીનભાઈ બાવીસીએ સ્વાગત કર્યા બાદ મહિલા મંડળ ગીત રજૂ કરેલ સકલ સંઘે ચાતુર્માસની વિનંતી કરેલ.
આ પ્રસંગે. નયનાજી મ.સ. પૂ. સરોજજી મ.સ., પૂ. અવનીજી મ.સ., આદિ તથા સંઘાણીના પૂ. સાધનાજી મ.સ.ના પધારવાથી ચતુર્વિધ સંઘનું મિલન થયેલ પૂ. સાધનાજી મ.સ.એ પૂ. ગૂરૂદેવની ઉદારતાના દર્શન કરાવવા વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા.
પૂ.એ ઉપાશ્રયના શિલાન્યાસથી નિર્માણ અને પ્રથમ ચાતુર્માસ સુધીનાં સંભારણા રજૂ કરી ધર્મમાર્ગે આગળ વધવા અનુરોધ કરતા અનેક ભાવિકોએ મહિનામાં ૪ દિવસ રાત્રી ભોજન ત્યાગ અને જમતી વખતે મૌનની પ્રતિજ્ઞા કરેલ. વધુમાં કહેલ કે વધુ પડતુ બોલવું નહી વધુ પડતુ ખાવું નહિ અને વધુ પડતી શીખામણ આપવી નહિ.
જીવદયા કળશના ચડાવાનો લાભ સંઘના યુવા કાર્યકર દિવ્યેશ અને હેતલ મહેતા, મેહુલ અને ડોલર રવાણી લીધેલ જીવદયાનું ફંડ થયેલ ધીરૂભાઈ વોરા, કૌશિકભાઈ વિરાણી વગેરેએ હાજરી આપેલ. પ્રભાવના ડો. ગૌતમ પ્રસાદનો લાભ મહેતા અને રવાણી પરિવારે લીધેલ નવીનભાઈ જાટકીયા, કીર્તિભાઈ શેઠ, લાઠીયાભાઈ, ભરત શેઠ વગેરે તેમજ યુવા મંડળે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ જહેમત ઉઠાવી હતી.