૩૫થી વધુ પ્રજાતીના રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી બાલભવન ગુંજવશે: ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બ્રાઝીલ, યુરોપ, સિંગાપુર, અમેરિકાના પક્ષીઓ જોવાનો અનેરો લ્હાવો
રંગીલા રાજકોટમાં લોકોનો પ્રાણી-પશુ-પક્ષીઓ પ્રત્યે રસ જાગૃતિને કારણે લાખોની કિંમતના વિદેશી પોપટ પાળી રહ્યાં છે. રંગબેરંગી પક્ષીઓની દુનિયા નિરાળી છે. આવા વિવિધ ૩૫ થી વધુ પ્રજાતીના પક્ષીઓનો ભવ્ય “બર્ડ-શો રાજકોટના આંગણે રવિવારે સવારે ૯ થી રાત્રીના ૮ સુધી બાલભવન ખાતે કાલિદાસ પાનાચંદ નરભેરામ હોલ આર્ટ ગેલેરી સામે યોજવામાં આવેલ છે. નગરજનોને શિક્ષણ-જ્ઞાન તથા નાના બાળકો આવા બર્ડ વિશે જાણે તેવો શુભ હેતુ છે. સમગ્ર આયોજન ચિલ્ડ્રન કલબ, બાલભવન તથા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રીડર્સ એન્ડ ટ્રેડર્સ એસો. દ્વારા યોજવામાં આવેલ છે.
બર્ડ-શોમાં રંગબેરંગી વિદેશી (એકઝોટીક) બર્ડ-શોમાં જોવા મળે છે. એકઝીબીશન કમ કોમ્પિટીશનના આ શોમાં વિજેતા બર્ડ તથા તેના માલીકનું મોમેન્ટો આપીને અભિવાદન કરાશે. હેન્ડ ટેમ બર્ડ લોકો નજીકથી જોઈ શકશે. ટોકીંગ એન્ડ ટેમમાં બર્ડ માણસ જેવા વિવિધ અવાજો તથા ગ્રે પેરોટ ૪૦૦થી વધુ પ્રકારના અવાજ કાઢે છે.
આ શોમાં ઝીબ્રા, ચકલી નાની-મોટી, મેકાઉ, આફ્રિકન ગ્રે, કોકેટીલ્સ, બજરીગર, લવબર્ડ, કનુર, એમોઝોન પેરોટ, કાકાટુ (કાકાકૌવા) જેવા વિવિધ ૩૫ થી વધુ જાતીના વિદેશી બર્ડ જોવા મળશે. આ શોમાં વિદેશનાં રંગબેરંગી કબુતરો જોવા મળશે.બર્ડ-શોપમાં ઓસ્ટ્રેલીયન, આફ્રિકા, બ્રાઝીલ, યુરોપ, સિંગાપુર, અમેરીકા જેવા દેશોના પક્ષીઓ ગુજરાતના વિવિધ શહેરો સુરત-રાજકોટ-જામનગર-અમદાવાદ-બરોડા-જૂનાગઢથી ભાગ લેવા બર્ડ-શોમાં આવશે.
શોમાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ પણ નગરજનોને જોવા મળશે. નાના-મોટા એકવેરીયમ રખાશે. બર્ડ શોમાં દરેક પક્ષીઓની માહિતી પણ આપવામાં આવશે.સમગ્ર આયોજનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી બર્ડ લવર ભાગ લેવા આવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ આંગણે પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે ત્યારે સૌ નગરજનો બર્ડ લવર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસોસિએશને બાલભવન તથા ચિલ્ડ્રન કલબનો સહયોગ મળ્યો છે. શોમાં ડોગ તથા કેટ એલાઉડ નથી.