રાજકોટમાં નિર્મલા રોડ પર જીગ્ગાસ બુટિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ જે અંતર્ગત તા.૨૩ના રોજ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ફેશન શોમાં ૧૨ વધુ મોડેલોએ ડિઝાઈનર જીજ્ઞા નંદાણીના કોસ્ચ્યુમ પહેરીને રેમ્પવોક કર્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં લોકોએ ફેશન શો નિહાળ્યો હતો. અને ઓપનીંગમાં પણ મોટી સંખ્યામાં લોકોએ જીજ્ઞા નંદાણીને શુભેચ્છા આપી હતી.
જીજ્ઞા નંદાણીએ જણાવ્યું હતુ કે મેં ફેશન ડિઝાઈનરનો કોર્સ પંદર વર્ષ પહેલા સુરત ફેશન ઈન્સ્ટીટયુટમાં કર્યો હતો. ત્યારબાદ સીલાઈના સેમીનારમાં જઈને નવુ નવુ જાણીને મેં મા પોતાનું બુટીક ખોલ્યું છે. મારા બુટીકમાં દરેક પ્રકારનાં કપડા ડિઝાઈન કરવામાં આવશે. મારા બુટીકમાં દરેક પ્રકારની રીકવારીમેન્ટમાં મારા વિચારો આપીને થોડુક અલગ કરીશ જેથી એમને પણ કંઈક અલગ આપવાનો મારો મુખ્ય હેતુ છે.
આ બુટીકના ઓપનીંગ પહેલા ૨૩ ફેબ્રુઆરીના રોજ ઈમ્પીરીયલ હોટલ ખાતે ફેશન શોનું પણ આયોજન કર્યું હતુ. જેમાં મારા ડિઝાઈન કરેલા ડ્રેસ પહેરીને ફેશન શો કર્યો હતો. આ ફેશન શોનો મુખ્ય ઉદેશ જીગ્ગાસ બુટીક શું આપી શકશે તેનો એક ડેમો તરીકે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ફેશન શો જોવા પણ ઘણી મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો. મારા બુટીકમાં તમામ પ્રકારના કાપડને આવરી લેવામાં આવ્યા છે. અને ઓપનીંગા દિવસે જ મને ઘણા ઓર્ડર પણ મળી ગયા છે.