ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રીના કુંભમેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. 26 ફેબ્રુઆરીના સંતોના નગરપ્રવેશ બાદ 27મી એ ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ સાથે મેળાનો વિધીવત પ્રારંભ થશે. 4 માર્ચ સુધી ચાલનાર મેળાને લઇને તમામ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.સાધુ- સંતોનું આગમન થઇ રહ્યું છે, ધૂણા બનવા લાગ્યા છે, અન્નક્ષેત્રો દ્વારા પણ તૈયારી થઇ રહી છે અને વહિવટી તંત્ર પણ સજ્જ થઇ રહ્યું છે.
ખાસ કરીને કુંભમેળાને લઇ ભાવિકોની તેમજ સાધુ સંતોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખી તૈયારીઓ થઇ રહી છે. શિવરાત્રીનાં મેળાને લઇ સુરક્ષા પણ વધારાઇ છે. અન્નક્ષેત્રોવાળા ભવનાથમાં પહોંચી ગયા છે.
1888માં મેળાનો ઉલ્લેખ મળે છે એ મુજબ મેળાને 131 વર્ષ પૂર્ણ થયા છે. શિવરાત્રીનાં મેળાથી લઇ કુંભ મેળા સુધી સફર થઇ છે. શિવરાત્રીનાં મેળામાં પહેલાં લોકો બળદ અને ઘોડાગાડી લઇ આવતા હતા. તેમજ જાતે રસોઇ બનાવતા હતા. આજે અત્યંત આધુનિક કુંભ મેળો થયો છે. વર્તમાન મેળામાં રોશનીનો ઝગમગાટ, મોંઘા વાહનો અને એસી ટેન્ટ, જાણીતા કલાકારોનો સમાવેશ થયો છે.
- 26 ફેબ્રુઆરી, મંગળવાર, 2 થી 6 : ભૂતનાથથી ભવનાથ સંતોનો નગર પ્રવેશ.
- 27 ફબ્રુઆરી,બુધવાર, 9 વાગ્યે ભવનાથ મંદિર ધ્વજા રોહણ,11 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ધાટન, 11 :30 વાગ્યે 51 લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન, સાંજે 6 વાગ્યે લેસર શોનું ઉદ્ધાટન, રાત્રીના 8 થી 10 સ્થાનીક કલાકારોનો કાર્યક્રમ.
- 28 ફેબ્રઆરી, ગુરૂવાર, સાંજના 4 થી 6 ભૂતનાથથી ભવનાથ ડમરૂ યાત્રા, 6 :30 વાગ્યેલેસર શો, રાત્રીના 8 થી 10 શિવ આરાધના.
- 1 માર્ચ,શુક્રવાર, પ્રકૃતિધામ ખાતે 3 થી 6 ધર્મસભા,રાત્રીના 8 થી 10 કૈલાસ ખેરનો કાર્યક્રમ.
- 2 માર્ચ, શનિવાર, 3 થી 6 ધર્મસભા, 6:30 લેસર શો, રાત્રીના 8 થી 10 લોકડાયરો.
- 3 માર્ચ, રવિવાર, 3 થી 6 ધર્મસભા, 6 વાગ્યેમહાઆરતી, 6:30 લેસર શો, રાત્રીના 8 થી 10 લોકડાયરો.
- 4 માર્ચ, સોમવાર, સાંજે 6:30 વાગ્યે લેસર શો, રાત્રીના 10 વાગ્યાથી રવેડી.