રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમના ભાગરુપે શિક્ષણ શાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો. મગનલાલ એમ. મોલીયાના માર્ગદર્શન નીચે એમ.એમ.નો તાલીમ લઇ રહેલા ૧ર વિઘાર્થી ભાઇ-બહેનો ભટ્ટ ગૌરાંગ, ગામીત નિલેશ, પારઘી મેહુલ, જખવાડીયા દેવજી, માલવીયા કમલેશ, લીબોલા વૈશાલી, ડાંગર શારદા, વાઘેલા વર્ષા, રાઠોડ કનકલતાબેન, બાબરીયા પુનમબેન, બોરસાણિયા ક્રિશ્ર્ના, સોલંકી શીતલબેન સહીત ૧ર ભાઇ-બહેનોશ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્ર્વવિઘા પ્રતિષ્ઠાનમ એસજીવીપી અમદાવાદમાં શૈક્ષણિક મુલાકાતે પધારતા ગુરુકુલના વ્યવસ્થાપકે સૌનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.
તાલીમાર્થી ભાઇ-બહેનોએ રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના દશન કરી, ગુરુકુલ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ, એ.સી. હોસ્ટેલ, દર્શનમ સંસ્કૃત મહાવિઘાલય, સાત માળની અદ્યતન આયુર્વેદીક, એલોપેથી અને યોગના ત્રિવેણી સંગમરુપ એસજીવીપી હોલીસ્ટીક હોસ્પિટલ , વિશાલ ભોજનાલય, સ્વીમીંગ પુલ ઇન્ટરનેશનલ ગિનરી ક્રિકેટ, ફુટબોલ અને વોલીબોલ ગ્રાઉન્ડ, આધુનિક ગૌશાળા, યજ્ઞશાળા, અશ્વશાળા જોગી સ્વામી હ્રદય કુટીર વગેરેની મુલાકાત લીધી હતી.