આત્મીય કોલેજ ખાતે આજ એટલે કે રવિવારના રોજ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આત્મીય કોલેજ ખાતે આત્મીય યુનિવર્સિટીના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ઉદબોધન આપ્યું કે પુલવામાં શહિદને તેઓ શ્ર્દ્ધાંજલી આપે છે તેઓએ વધુમાં જનવ્યું કેવિરાણી પરિવારને તેઓએ વંદન સાથે અભિનંદન પાઠવ્યા.50 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્ર ચાલુ રાખ્યું તે ખૂબ મોટી વાત છે. તેમણે કહ્યું કે પૂજ્ય સ્વામીજી સાથે 35 વર્ષનો અંગત સબંધ છે. તેમણે યુનિવર્સિટીનું બિલ વિધાનસભામાં રજૂ કરી મંજૂર કરવાનું ઋણ અદા કર્યું છે.

તેઓઑ વધુમાં જણાવ્યુ કે નરેન્દ્રમોદી બાદ 52 યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા સંસ્કૃત, યોગા, સ્પોર્ટ્સ , રક્ષા , વગેરે વિષયોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી બનાવવામાં આવી છે.2009 પહેલા ખાનગી યુનિવર્સિટી ન હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીની દ્ર્ષ્ટિના કારણે ખાનગી યુનિવર્સિટીને તક આપી છે. અને દરેક ક્ષેત્રમાં 2 થી 3 યુનિવર્સિટી મૂકવાની મજૂરી આપી છે.તેમણે જણાવ્યુ કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનાં શિક્ષણમાં ઘણો સુધારો આવ્યો છે.

ખેડૂતને જે 6 હજાર રૂપિયા આખા વર્ષમાં આપવાની જાહેરાત કરાઇ છે સરકાર દ્વારા તેમાં આજે પ્રથમ હફ્તો ખેડૂતના ખાતામાં જમા કરવાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.