જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા ડીફેન્સ યુથ ફીએસ્ટા-૨૦૧૯નું પ્રદર્શન રેસકોર્સ મેદાન ખાતે આજ થી ત્રણ દિવસ સુધી ખુલ્લુ મુકવામા આવ્યું છે આ પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસનમંત્રી ગણપતસિંહ વસાવા તેમજ ડિફેન્સ ફોર્સીસના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી. તેમજ મહાનુભાવો દ્વારા સીલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશન દ્વારા આયોજીત પાક્રમ રેલીનું પણ પ્રસ્થાન કરાવાશે. જેમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. તેમજ આયોજકો દ્વારા દેશવાસીઓ દ્વારા હિન્દુસ્તાન કે જવાનો કે નામ સંદેશ’ની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં દેશવાસીઓ દ્વારા જવાનો માટે લખાયેલ પત્રો જવાનો સુધી પહોંચાડવા ડિફેન્સ ફોર્સને એકત્ર થયેલ તમામ સંદેશાઓ સુપ્રત કરાશે.
તેવામાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ કે આજે દેશ આખામાં પુલવામાં થયેલ આતંકીવાદી હુમલાનો આક્રોશ જોવા મળ્યો છે દેશમાથી આતંકવાદી નાબૂદ કરવા અને દેશનું મનોબળ ઉચ્ચું આવ્યું છે તેવા સમયે રાજકોટના આંગણે યૂથ ફીએસ્ટા સાંપ્રદ સમયમાં રાઈટ ટાઇમ ફોર રાઈટ જોબ છે.
જિનયસ સ્કૂલના 5000 બાળકો દ્વારા 500 થી વધુ પ્રોજેકટનું પ્રદર્શન કરવામાં આવશે.આ યૂથ ફિયાએસ્ટા યુવા પેઢીમાં દેશભક્તિનો ભાવ જગાડવાનો છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે પુલવામા જે હુમલો થયો છે તેના એક એક લોહીનો બદલો લેવામાં આવશે,હવેનો સમય ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે.