મુખ્યમંત્રીની ઉ૫સ્થિતિમાં ‘આત્મીય’ના આંગણે ત્રિવેણી અવસર
યોગીધામની ત્રિશતાબ્દી : બે દિવસીય કાર્યક્રમમાં વિઘાર્થીઓનું સ્નેહમિલન, સન્માન સમારોહની સાથે સૈનિક કલ્યાણ નિધિમાં ૭ લાખ પ૧ હજાર અર્પણ કરાશે
રાજકોટનાં પ્રસિઘ્ધ આત્મીય પરિસર સ્થિત મણીભાઇ એન્ડ નવલબેન વિરાણી સાયન્સ કોલેજની સુવર્ણજયંતિ આત્મીય યુનિવર્સિટીના શુભારંભ અને યોગીધામ ગુરુકુળની સ્થાપનાની ત્રિ-દશાબ્દી નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ અને રવિવાર દરમિયાન અવસર ત્રિવેદી તરીકે ઉજવાનાર આ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ વિઘાર્થીઓનો સ્નેહમિલન સમારોહ મન સાંભરે રે… વિઘાર્થીઓ દ્વારા દેશભકિતના ગીતોનો કાર્યક્રમ આનંદપર્વ અને મુખ્ય સમારોહ યોજાશે.
આ પ્રસંગે યોગી ડીવાઇન સોસાયટીના પરમાઘ્યક્ષ હરિપ્રસાદ સ્વામી ખાસ ઉ૫સ્થિત રહેવાના છે. આ અંગે માહીતી આપતા આત્મીય યુનિવસીટીના સંરક્ષક ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, અવસર ત્રિવેણીમાં કાલે બપોરે ૩ થી સાંજે ૬ દરમિયાન ભૂતપૂર્વ વિઘાર્થીઓ અને અઘ્યાપકોનું સ્નેહમિલન મને સાંભરે રે યોજાશે. જેમાં વિરાણી સાયન્સ કોલેજના પ્રથમ પ્રિન્સીપાલ પ્રો. એ.આર. પરીખ મુખ્ય અતિથિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલનાયક ડો. વિજયભાઇ દેસાણી, અતિથિવિશેષ તરીકે ઉ૫સ્થિત રહેશે. રાત્રે ૮ થી ૧૧ વિઘાર્થીઓ દ્વારા દેશભકિત નાગીતો નૃત્યોનો કાર્યક્રમ આનંદપર્વ યોજાશે.
વિરાણી સાયન્સ કોલેજની સુવર્ણજયંતિ ઉજવણી તેમજ આત્મીય યુનિવર્સિટીના ઔપચારિત શુભારંભનો સમારોહ રવિવારે સવારે ૯.૩૦ થી શરુ થશે. આ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય અતિથિ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય દાતા પરિવારના અનિલભાઇ વિરાણી અને સમીરભાઇ વિરાણી અતિથિવિશેષ તરીક ઉ૫સ્થિત રહેશે.
આ મુખ્ય સમારોહમાં મણીભાઇ એન્ડ નવલબેન વિરાણી સાયન્સ કોલેજની સ્થાપનામાં નિમિત બનનાર મુખ્ય દાતા પરિવારના શ્રેષ્ઠી અનિલભાઇ વિરાણી અને સમીરભાઇ વિરાણીનું જામેર સન્માન કરવામાં આવશે.
આત્મીય પરિસરની વિકાસ ગાથા વર્ણવતા ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યુ છે કે સિતેરના દાયકામાં સુખ્યાત કેળવણીકારો સ્વ. હરસુખભાઇ સંઘવી, સ્વ. કુુળગુરુ ડોલરરાય માંકડ, સ્વ. લાભુબેન ત્રિવેદી, સ્વ. જયંતિભાઇ કુંડલીયા વગેરેએ સમયની માંગને સમજીને શિક્ષણના પ્રસાર માટે સર્વોદય કેળવણી સમાજની સ્થાપના કરી હતી.
સુખ્યાત દાનવીર વિરાણી પરિવારના મુખ્ય દાનથી મણીભાઇ અને નવલબેન વિરાણી સાયન્સ કોલેજ અને હ.લ.ગાંધી પરિવારના દાનથી હ.લ.ગાંધી વિઘાવિહારની સ્થાપના થઇ.૨૦૧૯નું વર્ષ આ પરિસરને યોગીધામની સ્થાપનાની ત્રિ-દશાબ્દીનું વર્ષ છે.
યોગીધામ ગુરુકુળના નેજા નીચે પરમ પુજય હરિપ્રસાદ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી પ્રતિતિકર વિકાસ થયો છે. આ વર્ષે જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એકત હેઠળ આત્મીય યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે. રાજકોટનેુ એજયુકેશનલ હબ બનાવવામાં આ પરિસરનું નોધપાત્ર યોગદાન રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા વિરાણી સાયન્સ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ ઉપરાંત પોટેન્સીયલ ફોર એકસેલન્સ નો દરરજો એનાયત થયો છે. આ કોલેજને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કાર્યરત ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા સ્ટાર કોલેજ જાહેર કરવામાં આવી છે. એનએએસી દ્વારા સતત બે વખત એ ગ્રેડ મળવા ઉ૫રાંત નેશનલ રેન્કીંગ ફોમવર્ક એનઆઇઆરએફ
દ્વારા દેશની પ્રથમ હરોળની એકસો કોલેજોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ એ કોલેજ છે જેણે અઘતન શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરીને સૌરાષ્ટ્રના વિઘાર્થીઓને રાષ્ટ્રીય સ્તરના વાતાવરણમાં અભ્યાસની તક ઉભી કરી!
એક લાખ સ્કવેર મીટરમાં વિસ્તરેલ અત્યાધુનિક સુવિધા સંપન્ન ભવનો વિશ્વની નામાંકિત લાયબ્રેરીઝ સાથે ઓનલાઇન કનેકટીવીટી ધરાવતી અત્યાધુનિક લાયબ્રેરી સેન્ટ્રલી એ.સી. ૨૪+૭ ખુલ્લો રહેતો રીડીંગ રુમ આંતર રાષ્ટ્રીય સ્તરની કોમ્પયુટર લેબ ધરાવતું રાજયનું એક માત્ર સંકુલ ર૦૦૦ થી વધુ અઘતન સીસ્ટમ્સ ધરાવતી કોમ્પયુટર લેબ, વિશ્વની નામાંકિત કંપનીઓ દ્વારા આત્મીય ના વિઘાર્થીઓની પસંદગી વગેરે બાબતો આત્મીય ની અનન્યતા છે.
આત્મીયમાં થતો શિક્ષણ અને સંસ્કારનો સમન્વય વિઘાર્થીને અન્યથી અનન્ય બનાવીને સાચે જ જીવનની સાર્થકતાનો અહેસાસ કરાવે છે.આત્મીયના વિઘાર્થીઓ દરવર્ષે ઘ્વજદિન નિમીતે સૈનિક કલ્યાણ નિધિ માટે સમાજમાંથી ફાળો એકત્ર કરતા હોય છે. ઘ્વજદિન-૨૦૧૯ નિમીતે એકત્ર થયેલ યોગદાનમાં યોગીધામ દ્વારા ઉમેરો કરીને રૂ.સાત લાખ એકાવન હજાર નો ચેક મુખ્યમંત્રીની ઉ૫સ્થિતિમાં રાજકોટજીલ્લા સમાહર્તા રાહુલ ગુપ્તાને અર્પણ કરવામાં આવશે.