કેન્દ્રીય મંત્રી હરદીપપૂરી આપશે માર્ગદર્શન

સત્ય અને અસત્ય વચ્ચેનો મુકાબલો આ દેશમાં આગામી લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં થવાનો છે. દેશમાં લોકશાહીના પવિત્ર પર્વનો અવસર આવી રહ્યો છે. ત્યારે પ્રબુદ્ધ નગરજનોની સક્રિયતા અને સહયોગ લોકશાહીના મજબુત આધાર સમાન ચૂંટણીમાં અને મતદાનની જાગૃતિ અર્થે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ તા.૨૩ને શનિવાર, સાંજે ૬.૦૦ કલાકે, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે.

ઉપરોક્ત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાઉસિંગ અને શહેરી વિકાસ કેન્દ્રીયમંત્રી હરદીપપૂરી ખાસ ઉપસ્થિત રહી પ્રબુદ્ધ નગરજનોને માર્ગદર્શન આપશે. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ સામે રાષ્ટ્ર વિભાજક પરિબળો વચ્ચેનો સંઘર્ષ રહેવાનો છે. ગુજરાતના ગૌરવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પુન: વડાપ્રધાન બનાવવા માટેનો અશ્વમેઘ યજ્ઞ યોજાવાનો છે. આ અશ્વમેઘ યજ્ઞમાં સહુનું યોગદાન મહત્વનું છે.

ઉપરોક્ત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેવા રાજકોટ જીલ્લા પ્રબુદ્ધ નાગરિક સેલ ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ ધારૈયા તથા જીલ્લા સહઇન્ચાર્જ જયેશભાઈ પંડ્યાએ જીલ્લાના તમામ હોદેદારોકાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ
છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.