કોંગ્રેસને રાષ્ટ્રીય સુરક્ષાના મુદે લાંબા ગાળાનું દ્રષ્ટીકોણ તૈયાર કરી આપવા રીટાયર્ડ લેફ.જન. હુડા મદદ કરશે
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને આક્રમક જવાબ આપવાબે વર્ષ પહેલા મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ કોંગ્રેસે તેને વડાપ્રધાન મોદીનું નાટક ગણાવીને પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઈકન પુરાવા માંગનારી કોંગ્રેસે હવે આ સ્ટ્રાઈક કરનારા રીટાયર્ડ લે.જન. ડીએસ હુડાને પાર્ટીનો રાષ્ટ્રીય સુરક્ષા માટે વિઝન તૈયાર કરનારી સમિતિમાં નિમણુંક આપી લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ઉછાળે તેવી સંભાવનઓ સેવાય રહી છે.ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદે કોંગ્રેસે પોતાનો દ્રષ્ટીકોણ તૈયાર કરવા માટે અકે ખાસ સમિતિની રચના કરી છે. જેમાં સર્જીકલ સ્ટ્રાઈકનું દેખરેખ રાખનારા નોર્ધન આર્મી કમાન્ડ ચીફ ડી.એચ. હુડા કે જેઓ હવે રીટાયર્ડ થઈ ગયા છે તેમને આ સમિતિમાં નિષ્ણાંત તરીકે નિમણુંક આપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે સમિતિમાં રહેલા વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે હુડાને મળીને આ સમિતિમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતુ જેનો હુડાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
બે જન. હુડાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મારો કોંગ્રસેમાં જોડાવવાનો કે ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી હું કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સુરક્ષાના મુદે વિઝન દસ્તાવેજ તૈયાર કરી આપીશ અને આગામી દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષાકના પ્રશ્નો મુદે સલાહ આપીશ. આ હું એટલા માટે કરવા માંગુ છું કારણ કે મારી આવા કાર્યોમાં નિપૂર્ણતા છે. અને મારા રસનો વિષય છે. કોંગ્રેસ પાર્ટીનું આગામી પાંચ અને દશ વર્ષમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મુદે શું વલણ રહેવું જોઈએ તે અંગે આયોજન ઘડી આપીશ.ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત થતા પાકિસ્તાન પ્રેરીત આતંકી હુમલાઓને ખાળવા અને આતંકવાદીઓની કમર તોડી પાડવા ભારતીય સૈન્યએ વર્ષ ૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક હાથ ધરી હતી.જેના ભાગરૂપે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનાં ઉરીમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર ભારતીય સેનાનો કમાન્ડોએ ત્રાટકીને કેમ્પોનો ખાતમો બોલાવી દીધો હતો.
આ સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં સેનાની નોર્ધન આર્મી કમાન્ડના ચીફ લે.જન. ડી.એસ. હુડાની મહત્વપૂર્ણ કામગીરીબજાવી હતી. હુડા સેનામાં ૪૦ વર્ષની ધીર્ધકાલીન સેવાઓ બાદ નવેમ્બર ૨૦૧૬માં રીટાયર્ડ થયા હતા.તાજેતરમાં પુલવામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપી એફના ૪૪ જવાનો શહીદ થયા હતા જે બાદ મોદી સરકારે ઉઠાવેલા મકકમ વળતા પગલાથી દેશભરમાં વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રત્યે લોકજુવાળ ઉભો થવા પામ્યો છે.
આ લોક જુવાળ લોકસભાની ચૂંટણી સુધી જળવાઈ રહે તો કોંગ્રેસને નુકશાન થવાની સંભાવના હોય કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઈક કરનારા હુડાની રાજકીય સ્ટ્રાઈક કરવા મદદ માંગી હોવાનો મત રાજકીય નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.