ભારત સામેની પ્રોકસીવોરમાં આંધળુકીયા કરતું પાકિસ્તાન પોતે જ આતંકવાદની ચુંગલમાં ફસાઈને બેહાલ બન્યું છે.
પાયમાલ થયેલા અર્થતંત્રને ઉગારવા વર્લ્ડબેંક અને સાઉદી જેવા સહાયકોની ખૈરાત પર તાગડધીના કરતું પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પણ એકલુ પડી ગયું છો તો પણ ‘સો જૂતે ખાઉંગી ફિરભી જલવા દેખને જાઉગી’ ની જેમ પાકિસ્તાનના ઉંદરકામાં ચાલુ રહ્યા છે.
નાપાક ભૂમિ પર ઉછરેલા જૈશે મોહમ્મદના ૨૧થી વધુ આતંકીયો ભારતમાં ભાંગફોડનાં ઈરાદે ઘૂસ્યા હોવાના અહેવાલો ને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ બની ગયું છે.
પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનોની શહાદતમાં જેની સંડોવણી સ્પષ્ટ બની છે. તે જૈસે મોહમ્મદ વધુ હુમલાની પેરવીમાં હોવાનો ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી દરમિયાન જૈસે મોહમ્મદના આતંકીઓની વાતચીતનાં ટ્રેસીંગથી ઈન્ટેલીજન્ટને માહિતી મલી છે કે ૨૧ જેટલા તાલીમબધ્ધ આતંકીઓ આત્મઘાતી હુમલા અને ભાંગફોડના ઈરાદે ભારતમાં ઘુસ્યા છે. આ હકિકતની જાણકારીના પગલે પોલીસે વ્યાપક પ્રમાણમાં તંત્રને એલર્ટ કરી દીધું છે.
અગાઉ નવસરો અને રાજોરીમાં ગયા અઠવાડીયે આ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભોજેર ચિત્ર બિસ્ત શહીદ થયા હતા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમ ટે નાપાક ભૂમિનો ઉપયોગ કરી આંતક મચાવતા જુથોમાં જૈશ સૌથી વધુ બદમાશ પુરવાર થયું છે.
પુલવામાં આત્મઘાતી હુમલાનાં પગલે એકપણ કાશ્મીરીની અટકાયત કરી નથી: જાવેડકર
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતુ કે કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઝુંબેશમાં નિદોર્ષોને કયારેય મુશ્કેલી થતી નથી.
કાશ્મીરમાં અલગતાવાદી તત્વો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ સરકારી ‘કછોરૂ થતા યુવાનોને ત્રાસવાદી ગણતી નતી’ ‘છોરૂ કછોરૂ થાય પણ માવતરથી કમાવતર ન થવાય’
પુલવામાં આતંકી હુમલામાં એક પણ કાશ્મીરી યુવાનને હિરાસતમાં લેવાયો નથી. કાશ્મીરી યુવાનો અને ખાસ કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓને પુલવામાની તપાસથી ડરવાનું નથી, હાલ દરેક વિદ્યાર્થીને પોતાનો દૂર ઉપયોગ ન થાય તે માટે સજાગ રહેવું.