ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થવાની છે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં સીસીટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. પરીક્ષાના ગણતરીના દિવસો પહેલા બોર્ડના આદેશથી શાળા સંચાલકો મૂંઝવણમાં મૂકાયા છે.
બોર્ડની પરીક્ષામાં દર વર્ષે સીસીટીવી કરવેજ થાય છે પરંતુ દર વર્ષે સીડી કરપ્ટ હોવાની તેમજ રેકોર્ડિંગ થતું ન હોવાની અનેક ફરીયાદો મળી હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા સીસીટીવી કવરેજ અસરકાર કેવી રીતે કરવું તે અંગે સૂચનાઓ આપી છે. શિક્ષણ બોર્ડે સ્કૂલ સંચાલકોને પરીક્ષામાં ઓડિયો રેકોર્ડિંગની સુવિધા હોય તેવી વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ પણ આપાઇ છે.
બોર્ડના ગાઇડલાઇનમાં જણાવ્યા મુજબ તમામ બ્લોકના સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોવા જોઇએ અને ફૂટેજ સ્પષ્ટ હોવું જરૂરી છે તેમજ સ્કૂલે એન્ટ્રી ગેટની અલગ ફાઇલ બનાવાની રહશે, બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશ કરે અને વર્ગ ખંડમાં બેસે ત્યાં સુધીનું ઓડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. તે પછી ૧૫ મિનિટ સુધી ઓડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે.