સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર પ્રભાસ-પાટણ સ્થિત સોમનાથ ખાતે તા. ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધિ શ્રી સોમનાથ ટ્રસ્ટ ધ્વારા દ્રીતીય દ્રાદશ જ્યોતિર્લીંગ સમારોહ યોજાશે. જેનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના નિયત થયેલ કાર્યક્રમ મુજબ તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ ખાતે આવી પહોંચશે ત્યાં તેમનું સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ૧૧:૩૫ કલાકે સોમનાથ મંદીરમાં ગંગાજળ અભિષેક, પુજા-દર્શન અને ધ્વજારોહણ બાદ સોમનાથ મંદીરના પરીસરમાં યજ્ઞમંડપમાં આયોજીત મહામૃત્યુંજય યજ્ઞમાં યજ્ઞ આહુતી આપશે. બાદમાં સોમનાથ ચોપાટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીદ્રીતીય દ્રાદશ જ્યોતિર્લીંગ સમારોહનું દિ૫ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યા બાદ સભાને સંબોધશે..
સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં તા. ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધી યોજાનાર દ્રીતીય દ્રાદશ જ્યોતિલીંગ સમારોહ-૨૦૧૯માં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તા. ૨૩ નાં રોજ સવારે ૦૯:૩૦ કલાકે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ દ્વારા ચોપાટી ખાતે દ્વાદશ જ્યોતિલીંગનું પુજન કરશે. ૧૦:૩૦ થી ૧૦:૪૫ કલાક સુધી મહામૃત્યુજંય યજ્ઞ પ્રારંભ કરવામાં આવનાર છે. બાદમાં મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે ૦૩:૩૦ થી ૦૬:૦૦ કલાક દરમ્યાન સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતેથી સોમનાથ મંદીર સુધી શોભાયાત્રા નિકળશે અને રાત્રીનાં ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી ચોપાટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા. ૨૪ નાં રોજ ૦૮:૩૦ થી ૧૨:૩૦ કલાક દરમ્યાન શ્રી સોમનાથ ડોક્યુમેન્ટરી ફિલ્મ, સોમનાથ સુવર્ણ ચંદ્રક અર્પણ, સોમનાથ ફોટો પ્રદર્શન સહિતનાં કાર્યક્રમો યોજાનાર છે. ત્યારબાદ બપોર પછી ૦૩:૩૦ થી ૦૬:૦૦ કલાક સુધી સનાતન ધર્મ-માનવધર્મ,મંદીર પ્રશાસન, સંસ્કૃતનું મહત્વ અને શિવપુજાનું મહત્વ સહિતનાં વિવિધ વિષયો પર સેમીનાર યોજવામાં આવનાર છે. સાંજનાં ૦૬:૩૦ થી ૦૭:૦૦ કલાક સુધી ત્રિવેણી મહાસંગમ ઘાટ ખાતે ત્રિવેણી સંગમ મહાઆરતી,૮ થી ૦૮:૩૦ સુધી સોમનાથ મંદીરનાં પરિસરમાં “જય સોમનાથ” મલ્ટી મીડિયા શો, ૦૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન સોમનાથ મંદીરની બાજુમાં શિવાલીક મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
તા. ૨૫ નાં રોજ અંતીમ દીવસે સવારે ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધી શ્રી સોમનાથ તિર્થ દર્શન અને સનાતમ ધર્મ-માનવધર્મ પર જય વસાવડા પ્રવચન કરશે. ત્યારબાદ બપોરે ૦૧:૩૦ કલાક સુધીમાં સમાપન સમારોહ યોજવામાં આવનાર છે.તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિહ ચાવડાએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીનાં કાર્યક્રમનાં સુચારૂ આયોજન માટે જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટરશ્રી અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સોમનાથ મંદીર ખાતે પુજા-દર્શન વ્યવસ્થા, સલામતી-બંદોબસ્ત સહિતની બાબતો અંગે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક કલેકટર એચ.આર.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.કે.મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહીલ, પ્રાંત અધિકારી નીતીન સાંગવાન,ડીવાયએસપી ચાવડા,ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિહ ચાવડા, મામલતદાર દેવકુમાર આંબલીયા, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર લાખાણી, આર.ટી.ઓ. કારેલીયા સહિતનાં અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.