રેડિયોત્સર્ગી અસર માટે જવાબદાર માનવજાતની બેફામ અને પ્રદુષિત જીવન શૈલી
એન્ટાર્કટિકા નામ સાંભળતાની સાથે જ આંખ સામે બરફ આચ્છાદિત ટાપુ આવે છે. તેને સ્થાને હાલ આ ટાપુ હરિયાળો થઇ રહ્યો છે તેવું મિલીટરીના કાર્ગો વિમાન દ્વારા જોવામાં આવ્યું છે. તેમજ ભારે પ્રમાણ બરફ ઓગળીને પાણી થઇ જતા આ પાણીને વહેતું જોઇ શકાયું હતું. આ દ્રશ્ય નિહાળતા જ પ્રશ્ર્ન થાય છે કે શું ર અબજ વર્ષ પહેલાનો સુષ્ટિના વિનાશનો કાળ શું પુનરાવર્તિત થવા જઇ રહ્યો છે. હાલ, જળ-વાયુ પરિવર્તનની અસર કયાંક જોવી હોય તો એન્ટાર્કટિકા તરફ નજર નાખી જોઇ શકાય છે.
ગ્લોબલ વોમિંગને કારણે બરફની મોટી ચાદરથી ઢંકાયેલા આ ખંડનો નકશો જ બદલી નાખ્યો છે. અહીં ધીરે ધીરે બરફની સફેદીને બદલે લીલાશ દેખાવા માંડી છે. ૧૯૫૦ના દાયકામાં જ એન્ટાર્ડટિકાનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારથી લઇને અત્યાર સુધી દરેક દાયકામાં અહીં તાપમાન લગભગ અડધો ડીગ્રી સેલ્સિયસ ઝડપે વધી રહ્યું છે. બાકી દુનિયામાં ગ્લોબલ વોમિંગને કારણે વધતાં સરેરાશ તાપમાનની સરખામણીએ અહીં વધું છે.
કેમ્બ્રિજ યુનિવસીર્ટી અને બ્રિટીશ એન્ટાર્કટિકા સરવેના સંશોધનકર્તા ેઓએ મળીને છેલ્લા ૧૫૦ વર્ષ દરમ્યાન ઉગતી કાઇ અને શેવાળનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ શોધમાં ભાગ લેનારા ડોકટર મેટ એમ્સ્બ્રેએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિગને કારણે એન્ટાર્કટિકા ઉપર વધુ પડતા નાટકીય ફેરફાર થઇ રહ્યા છે. સરેરાશ જોઇએ તો ૧૯૫૦ ની સાલ પહેલા અને પછી કાઇ અને શેવાળ ઉગવાની ઝડપમાં ૪ થી ૮ ગણો વધારો થયો છે. પાછલા વર્ષની સરખામણીએ ૪ થી પ ગણી વધુ શેવાળ અહીં ઉગે છે. બ્રિટનના સંશોધનકર્તાઓએ બ્રિટનમાં લગભગ ૧,૦૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૩ સ્થળોઅ અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢયું છે. વિજ્ઞાનીઓ હવે એ વાત ઉપર વિચાર કરે છે કે શું ૧૯૫૦ ને ધરતી પર નવા ભૂવૈજ્ઞાનિક યુગની શ‚આતનું વર્ષ માનવામાં આવે છે. જો એમ હોય તો માની શકાય કે ૧૯૫૦ના દાયકાથી દુનિયામાં ફલાટમેટ ચેન્જનો દુષ્પ્રભાવ સ્પષ્ટ પણે જોવામાં આવી રહ્યો છે. આ રીતે જળ-વાયુ પરિવર્તન સહીતના ઘણા સંકટો ઉભા થવાના કારણોમાં પ્લાસ્ટિકનો કચરો, જીવોની પ્રજાતિઓ ઝડપથી લુપ્ત થવાની ઘટમાળ, જીવાશ્મિ ઇંધણમાંથી પેદા થતો ઘુમાડો અને પરમાણું શસ્ત્રોના પરિક્ષણ દરમ્યાન નીકળતા રેડિયોત્સર્ગી પદાર્થોના કણ ધરતીપર ભવિષ્યમાં બનનાર પથ્થરો ઉપર નિશાન છોડી જશે એવું તારણ પરથી લાગે છે.