ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અનેક ગોટાળા સાથે પ્રવેશ અપાયા હોવાની વિગતો આપવા વાલી મહામંડળ અબતકની શુભેચ્છા મુલાકાતે
આર.ટી.ઇ. માં વિઘાર્થીઓ તથા વાલીઓને પારાવાર હાડમારી વેઠવી પડી રહી છે. નિંભર તંત્ર જવાબ દેતું નથી. વાલીઓ ડી.ઇ.ઓ. શાસનાધિકારી, કલેકટર, સ્કુલોમાં રઝળપાટ કરી રહ્યા છે. તેઓને ગાંધીનગરની ખો આપવામાં આવે છે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અનેક ગોટાળા સાથે પ્રવેશ અપાયો છે. અનેક વિઘાર્થીઓ પ્રવેશથી પણ આજં વંચિત રહ્યા છે અથવા તો ઘરથી દુર પ્રવેશ આપવામાં આવે છે. તેઓના પ્રશ્ર્નને વાચા આપવા આગામી સોમવારે સવારના ૧૦.૩૦ થી ૧૨ દરમ્યાન ડી.ઇ.ઓ. કચેરી સામે તંત્રને જગાડવા ધરણાં કરવામાં આવશે. જે કોઇ વાલીઓ કે વિઘાર્થીઓને ફરીયાદ હોય તેઓ ફરીયાદની બે નકલ સાથે ડી.ઇ.ઓ. કચેરી ખાતે હાજર રહે. ત્યારબાદ વાલીઓના પ્રશ્ર્નો સાંભળ્યા બાદ ડી.ઇ.ઓ. ને ધગધગતું આદેનપત્ર આપવામાં આવશે. આ અંગે વધુ વિગત આપવા વાલી મંડળે અબકતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પહેલા શહેર જીલ્લા વાલી મહામંડળના અગ્રણીઓઅ. નવનિયુકત જીલ્લા શિક્ષણાધિકારી એમ.આર. સાગરકાની શુભેચ્છા મુલાકાત લઇ રાજકોટ શહેર અને જીલ્લામાં ફી નિર્ધારણ કાયદાનો કડક અમલ કરવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું ક જો તેઓ પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક ખાનગી શાળા સંચાલકોની વાલીઓની વિઘાર્થીઓની વિઘાર્થીઓની શોષણનીતી સામે અને મોંધીદાટ ફી લેવાની સામે કડક હાથે કામ લેશે તો અમે તમારી સાથે છીએ.
મંડળના અગ્રણીઓ એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, ઉપપ્રમુખ ગજુભા ઝાલા, જીતુભાઇ લખતરીયા, વિજયભાઇ વખારીયા, અને અમિતભાઇ ધ્રુવે જણાવ્યુઁ હતું કે દરેક શાળા સંચાલકોએ પોતાની શાળામાં વિઘાર્થીઓ અને વાલીઓ વાંચે અને જોઇ શકે તે રીતે ફીના ધોરણ દર્શાવતા સાઇન બોર્ડ મુકવા જોઇએ. જેનો કડક અમલ કરાવવા નવા ડી.ઇ.ઓ. નું ઘ્યાન દોર્યુ હતું.
નવનિયુકત ડી.ઇ.ઓ. એમ.આર. સાગરકાએ જણાવ્યું હતું કે ફી નિર્ધારણ અંગેના સરકારી કાયદાનો આ જીલ્લામાં કડક અમલ થશે તેની ખાતરી આપું છું. વાલીમંડળના માઘ્યમ દ્વારા વાલીઓ અને વિઘાર્થીઓને અપીલ કરતા તેઓએ જણાવેલ કે, વાલીઓ તેમની શાળામાં સરકારે નિયમ કરેલા ધોરણ પ્રમાણે જ ફી ભરે, નિયમ કરેલી ફી કરતા વાલીઓએ કોઇપણ સંજોગોમાં કોઇપણ સ્કુલમાં એકપણ ‚પિયાની વધુ ફી ભરવાની નથી. કોઇપણ સ્કુલ વધુ માંગણી કરે તો જે તે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે