હાય રે કળીયુગ !!!
ગે સંબંધોને લઈ ઘણા ખરા દેશોમાં ઉદાસીનતા: એના બર્નાબીક
હાલ વિશ્વ આખામાં ગે સંબંધો એટલે કે એલજીબીટીકયુને કોઈક દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે તો કોઈક દેશોને હજુ માન્યતા મળી નથી ત્યારે અનેક વખત સૃષ્ટિ વિરુધ્ધ પ્રવૃતિઓ થતી જોવા મળે છે જેના કારણે એક વાતની પુષ્ટી થાય છે કે, કળીયુગનો ખરા અર્થમાં પ્રારંભ થઈ ચૂકયો છે.
ત્યારે જ એક એવી ઘટના સામે આવી જેમાં સેરબીયન દેશના પ્રધાનમંત્રી એના બર્નાબીકના ગે પાર્ટનરે એક બાળકને જન્મ આપ્યો ત્યારે આ પ્રકારના સંબંધોને દેશ ઘણા ખરા અંશે મહત્વ આપતું નથી અને ગેરકાયદે પણ ઠેરવવામાં આવે છે. વાત કરવામાં આવે તો જે બાળકનો જન્મ થયો તેનું નામ ઈગોર રાખવામાં આવ્યું છે. ત્યારે સેરબીયન દેશમાં એલજીબીટીના મુદ્દાને લઈ ઘણી ઉદાસીનતા જોવા મળતી હોય છે. ત્યારે આ ઘટના કેવું સ્વરૂપ આગામી દિવસોમાં ધારણ કરશે તે તો આવનારો સમય જ જણાવશે.
બર્નાબીકની વાત કરવામાં આવે તો તે ૪૩ વર્ષની ઉંમરના જુજ એવા લોકો હશે કે જેઓ ગે હોવા છતાં સરકારમાં ઉચી પદવી ધરાવતા હોય જે જૂન ૨૦૧૭માં સત્તા ઉપર આરૂઢ થયા હતા. ત્યારે બર્નાબીક સેમસેકસ મેરેજ ઉપર ટીપ્પણી કરવાની ના પાડી હતી. જયારે બેલગ્રેડમાં પરેડ દરમિયાન તેઓ દ્વારા ગે રીલેશન ઉપર ટીપ્પણી આપવાનું નકાર્યું હતું. કારણ કે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ કોઈપણ પ્રકારની વિશેષ ટીપ્પણી નહીં આપે કારણ કે તેઓ સેરબીયન દેશના વડાપ્રધાન તરીકે સેરબીયન ગર્વમેન્ટ માટે ફરજ બજાવી રહ્યાં છે.
વધુમાં તેઓએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે, જાતિને આઈડેન્ટીફાઈડ કરવા માટે અનેક પ્રકારના કાયદાકીય નિયમો હોય છે અને એનટી ગે નું ઘણુ ખરુ ડિસ્ટીબન્સ જોવા મળે છે. ત્યારે આ સંબંધને કેટલા અંશે સેરબીયન દેશ સ્વીકારશે તે આવનારો સમયે જ જોવા મળશે પરંતુ એવું કહી શકાય કે ખરા અર્થમાં કળીયુગનો પ્રારંભ થઈ ચૂકયો છે.