૨૧ રાજયોની ૪૧ વીજ કંપનીઓના ટોપ-૫માં ગુજરાતની પાંચ વીજકંપનીઓને સ્થાન: દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર-૧
ભારત ઉર્જા મંત્રાલયે હાથ ધરેલા એન્યુઅલ ઈન્ટીગ્રેટેડરેટિંગ સર્વેક્ષણમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત સર્વોચ્ચ સ્થાને: ડીજીવીસીએલ,
ભારત સરકારના ઉર્જા મંત્રાલયે હાથ ધરેલા એન્યુઅલ ઈન્ટીગ્રેટેડ રેટિંગ સર્વેક્ષણમાં દેશની તમામ વિજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય વીજ કંપનીઓ સતત ત્રીજા વર્ષે ટોપ-૫માં રહી છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ નંબર વન અને પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ ૫માં ક્રમે રહી છે. દેશના ૨૧ રાજયોમાંથી ૪૧ વિજ વિતરણ કંપનીઓ પૈકી ગુજરાતની ડીજીવીસીએલ નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે.
કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં સૌરાષ્ટ્ર-કચ્છની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડને વીજ વિતરણ મૂલ્યાંકનમાં દેશભરમાંથી પાંચમુ સ્થાન મળ્યું છે. પ્રથમ નંબરે ડીજીવીસીએલ, બીજા નંબરે યુજીવીસીએલ, ત્રીજા નંબરે એમજીવીસીએલ અને પાંચમાં નંબરે પીજીવીસીએલ સહિત ગુજરાતની ચાર વીજ કંપનીઓને દેશની વીજ વિતરણ મૂલ્યાંકનની ટોપ પાંચ વિજ કંપનીઓમાં સ્થાન મળતા દેશભરમાં ગુજરાતનો દબદબો રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૬ માટે ઉર્જા મંત્રાલય ભારત સરકાર તરફથી હાથ ધરાયેલા પાંચમાં એન્યુઅલ ઈન્ટીગ્રેટેડ રેટીંગ સર્વેક્ષણના પરિણામો ૫ મેના રોજ જાહેર કરાયા હતા. દેશભરમાં કાર્યદક્ષ રીતે ઉર્જાનું વિતરણ, ગ્રાહકો પાસેથી બીલની ૧૦૦ ટકા ઉઘરાણી, સરપ્લસ વિજળી, ઓછો વિતરણ અને ટ્રાન્સમીશન લોસ, ઓડીટ, નફો સહિતની અસરકારક સેવાઓ અને સુવિધાઓના માપદંડોના આધારે દેશભરની વિજ કંપનીઓને રેટીંગ આપવામાં આવ્યા છે.
દક્ષિણ, મધ્ય, ઉતર અને પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીને સતત ત્રીજા વર્ષે એ + ગ્રેડ હાંસલ કરી દેશભરમાં ગુજરાતનો ડંકો વગાડયો છે. વીજ કંપનીને તેના કાર્યવહન અને નાણાકીય પરીણામોને સંબંધિત કામગીરી દાખવવા બદલ આ બહુમાન પ્રાપ્ત થયું છે. સૌરાષ્ટ્રની પીજીવીસીએલ સહિત દેશભરમાં ટોપ-૫માં ઝળકેલી ગુજરાતની ચારેય વીજ કંપનીઓને એ + ગ્રેડ પ્રાપ્ત થયો છે.
દેશની ટોપ-૧૦ વીજ કંપનીઓમાં ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ઉતરાખંડ પાવરકોર્પ (ઉતરાખંડ), પીજીવીસીએલ, ચામુંડેશ્ર્વરી ઈલેકટ્રીસીટી (કર્ણાટક), બેંગ્લોર ઈલેકટ્રીસીટી (કર્ણાટક), હિમાચલ સ્ટેટ ઈલેકટ્રીસીટી (હિમાચલ), મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકટ્રીસીટી (મહારાષ્ટ્ર), મેંગ્લોર ઈલેકટ્રીસીટી લીમીટેડ (કર્ણાટક)નો સમાવેશ થાય છે.
વીજ વિતરણ ક્ષેત્રે ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરી પાડતી તેમજ ઓછો વીજ લોશ અને આર્થિક રીતે સઘ્ધર વીજ કંપનીઓને કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં ટોચના સ્થાને મહત્વ પ્રાપ્ત થયું છે. જેમાં ગુજરાતની પીજીવીસીએલ સહિત ચારેય વીજ કંપનીઓને ટોપ-૫માં સ્થાન મળતા દેશભરમાં ગુજરાતનો ડંકો વાગયો છે.એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલને એ+ ગ્રેડ