એવોર્ડ સ્વીકારવા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દિલ્હી જશે
ભારત સરકારના ઈલેટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા તા.૨૨ના રોજ દિલ્હી ખાતે ડીજીટલ ઇન્ડિયા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત ડીજીટલ ઇન્ડિયા એવોર્ડમાં સમાવેશ થયેલ છે. મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એવોર્ડ સ્વીકારવા દિલ્હી જનાર છે.
આ પ્રોજેકટ કુલ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવેલ જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવેલ. તેમજ બીજા તબક્કાની કામગીરીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ છે.
શહેરને ટ્રાફીકની સમસ્યાથી મુક્ત કરવા તેમજ શહેરીજનો ટ્રાફીકના નીયમોનું પાલન કરે તે માટે ANPR/RLVDવડે ઇચલન સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ સીસ્ટમમાં દરેક પસાર થતાં વાહનના નંબર પ્લેટ કેપ્ચર કરવામાં આવે છે અને ટ્રાફીકના નીયમનો ભંગ કરવામાં આવેતો ઓટોમેટીક ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. કુલ ૧૩ જગ્યાએ વાઈફાઈ સુવિધા આપવામાં આવેલ છે. LED Display board-કુલ ૨૦ લોકેશન પરLED Display board લગાવવામાં આવેલ છે. ICCC ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તમામનું ૨૪x૭ મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં ડ્રેનેજ સ્કાડા, વોટર સ્કાડા, એલીડી સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ વીગેરેનો સમાવેશ થાય છે.