ઉધોગકારો ટવીટર, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અપીલ: સીઆઈઆઈના ચેરમેન, વાઈસ ચેરમેને આપ્યું મહત્વપૂર્ણ માર્ગદર્શન
વૈશ્ર્વિક હરિફાઈમાં ટકી રહેવા સિરામિક ઉધોગકારોને એકસપોર્ટ માર્કેટીંગ અને ડિજીટલ માર્કેટીંગ કેમ કરવું તે વિષય પર આજે સીઆઈઆઈના ચેરમેન વાઈસ ચેરમેન દ્વારા મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો.
સમગ્ર વિશ્ર્વમાં આજે મોરબીની સિરામિક પ્રોડકટ ધુમ મચાવી રહી છે પરંતુ આધુનિકતા સાથે કદમ મિલાવવા સિરામીક ઉધોગકારોને ગ્રાહકની જ‚રીયાત અને કટ્ટર હરીફ એવા ચીન સામે ટકી રહેવા એકસ્પોર્ટ પર પુરતુ ધ્યાન આપવાની સાથે-સાથે પોતાની પ્રોડકટનું માર્કેટીંગ કરવુ પણ અત્યંત આવશ્યક છે. ખાસ કરીને ડિજીટલ માર્કેટીંગ પર વિશેષ ભાર મુકવો જોઈએ તેવું સીઆઈઆઈમાં ચેરમેન હિંમાશુ શાપરીયા અને વાઈસ ચેરમેન પ્રશાંત મામતોરાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ સેમિનારમાં સી.આઈ.આઈ.ના ચેરમેન હિમાંશુ સાપરીયાએ જણાવ્યું હતું કે સિરામીક પ્રોડકટના એકસ્પોર્ટમાંથી એકસપોર્ટ માર્કેટને સમજવુ જ‚રી છે. કયા દેશમાં કઈ પ્રોડકટની માંગ છે તેનો સર્વે કરી પ્રોડકટમાં ફેરફાર કરી માર્કેટીંગ વધારી શકાતું હોવાનું જણાવ્યું હતું.
સીઆઈઆઈના વાઈસ ચેરમેન પ્રશાંત મામતોરાએ ડિજીટલ માર્કેટીંગ વિષય પર પોતાનું વકતવ્ય આપી માર્કેટીંગ માટે ટવીટર, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ સહિતની સોશિયલ સાઈટસનો ઉપયોગ કરવા પર ભાર મુકયો હતો.
સિરામીક ઉધોગકારો માટે યોજાયેલ આ ખાસ સેમિનારથી ઉધોગકારોને ખૂબ જ ફાયદો થયો હોવાનું સિરામીક એસોસીએશનના પ્રમુખ કે.જી.કુંડાવીયા અને નિલેશ જેતપરીયાએ જણાવયું હતું.