જૂનાગઢના ભવનાથમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભ મેળાનો સતાવાર રીતે કાર્યક્રમ જાહેર થયો છે. આજે ભવનાથમાં રૂપાયતન નજીક કુલ ૧૫૦ જેટલા ટેન્ટ ઉભા થઈ ગયા છે. જેમાં ૭૫ એ.સી. તથા ૭૫ નોન એ.સી. ટેન્ટ રહેશે. હાલ ભવનાથમાં લાઈટ, રસ્તા, રંગરોગાન સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જૂનાગઢના ભવનાથમાં તા.૨૬ ફેબુ્ર.થી જ માર્ચ દરમ્યાન ગિરનાર શિવરાત્રી કુંભ મેળો યોજાનાર છે. હાલ મેળામાં આવતા સાધુ સંતો માટે રૂપાયતન નજીક ૧૫૦ જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ૧૫૦ ટેન્ટમાંથી ૭૫માં એ.સી. નાંખવામાં આશે. જયારે ૭૫ નોન એ.સી. રહેશે. તેમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાશે. હાલભવનાથમાં રસ્તા લાઈટ, રંગરોગાનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત ભારતી આશ્રમ નજીક ૫૧ લાખ રૂદ્રાક્ષ શિવલીંગ બની રહ્યું છે. જેનું કામ પણ હાલ ચાલી રહ્યું છે.
મેળા દરમ્યાન યોજાનાર કાર્યક્રમની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.૨૬નાં બપોરે બે વાગ્યાથી ભુતનાથથી ભવનાથ સુધી નગર પ્રવેશ સંતયાત્રા થશે. જયારે તા.૨૭નાં સવારે ૯ વાગ્યે રાજયપાલ ઓ.પી. કોહલીના હસ્તે ધ્વજારોહણ થશે. ૧૧ વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદઘાટન, ૧૧-૩૦ વાગ્યે ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન થશે.
સાંજે ૬ વાગ્યે લેસર શો ઉદઘાટન, અને રાત્રે ૮થી ૧૦ સ્થાનિક કલાકારોનો કાર્યક્રમ તા.૨૮નાં સાંજે ૪ થી ૬ ભવનાથથી ભુતનાથ સુધી ડમરૂયાત્રા ૬.૩૦ વાગ્યે લેસર શો તથા ૮થી ૧૦ શિવ આરતી તથા શિવ ઉપાસનાં, તા.૧નાં ૩ થી ૬. યુ.પી.ના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાશે. જેમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદજી ઉપસ્થિત રહેશે. રાત્રે ૮થી ૧૦ કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાશે.
તા.૨નાં ૩થી ૬ સાધ્વી ઋતુંભરાજીની અધ્યક્ષતામાં ધર્મસભા તથા ૬.૩૦ વાગ્યે લેસર શો તેમજ રાત્રે ૮થી ૧૦ લોકડાયરો તથા ૩ના ૩થી ૬, મોરારિબાપુની હાજરીમાં ધર્મસભા સાંજે છ વાગ્યે મહા આરતી તથા ૬.૩૦ વાગ્યે લેસર શો રાત્રે જાણીતા કલાકારોનો લોકડાયરો યોજાશે. તા. ૪ ના સાંજે ૬.૩૦ વાગ્યે લેસર શો તેમજ રાત્રે ૧૦ વાગ્યે હાથી ઘોડા, બેન્ડવાજા, સાથે સાધુ – સંતોની રવેડી યોજાશે. બાદમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે.