યુવતીની મરજી વિરુદ્ધ તેના લગ્ન અન્ય યુવક સો નક્કી કરી દેવાયાનું જાણી પ્રેમી યુવકે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી

પ્રેમ સંબંધોમાં સમાજ અને ઘર-કુટંબના વિરોધના અનેક કિસ્સાઓ ઘણીવાર છેક અદાલત સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્તિ યો હતો, જેમાં પુખ્ત વયની મુસ્લિમ યુવતીને તેની ઇચ્છા વિરુદ્ધ ઘરમાં રખાતા તેના પ્રેમીએ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરીને યુવતીને છોડાવવાની માંગ કરી હતી. જેમાં હાઇકોર્ટની ખંડપીઠે સ્પષ્ટ નોંધ્યું હતું કે,યુવક ૨૭ વર્ષનો છે અને યુવતી ૨૩ વર્ષની છે. ત્યારે યુવતીને તેની ઇચ્છા વિરુદ્ધ પોતાના ઘરમાં પણ ગોંધીને રાખી શકાય નહીં. યુવતીની સ્વતંત્રતા એ તેનો બંધારણીય અધિકાર હોવાી તેને તાત્કાલિક મુક્ત કરવા અને તેની ઇચ્છા મુજબ જ્યાં જવું હોય ત્યાં જવા દેવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં યુવક-યુવતીએ સમાજ અને કુટંબી જોખમ હોવાનું પણ અદાલતને જણાવ્યું હતું. જેી ખંડપીઠે અરજદાર યુવક અને યુવતીને પાટણ જિલ્લા સુધી સહીસલામત છોડી આવવાનો આદેશ પોલીસને કર્યો હતો. તે ઉપરાંત રાધનપુર પોલીસ સ્ટેશનને આદેશ કર્યો હતો કે તેઓ આ કપલની સલામતી માટેની યોગ્ય અને કાયદેસરની વ્યવસ પણ કરે. આ સો રિટનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે યુનૂસ ખાન નામના યુવાને હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે તે અને સકીનાબાનૂ છેલ્લા કેટલાક વર્ષોી એકમેકના ગળાડૂબ પ્રેમમાં છે. તેઓ કાયમ માટે એકબીજા સો રહેવાની તમન્નાને પૂરી કરવા માટે તા. ૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ઘર છોડીને ભાગી પણ ગયા હતા. પરંતુ યુવતીના સગાવ્હાલાંઓને આ સંબંધી કોઇ કાળે મંજૂર નહોતો અને તેઓ તેની વિરુદ્ધમાં હતા. તેી તેઓ ૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ યુવતીને જોરજબરદસ્તી કરીને ઉઠાવીને લઇ ગયા હતા. ત્યારબાદ યુવતીને તેની મરજી વિરુદ્ધ અન્ય કોઇ યુવક સો પરણાવી દેવાના હતા. સકીનાબાનૂએ અરજદાર સુધી આ સમાચાર પહોંચાડ્યા હતા, કે તેની મરજી વિરુદ્ધ તેના લગ્ન અન્ય યુવક સો નક્કી કરી દેવાયા છે. આ પ્રકારની હકીકતો રિટમાં દર્શાવવામાં આવી હતી. જેના અનુસંધાને કોર્ટે નોટિસ પાઠવી હતી અને યુવતીને અદાલત સમક્ષ હાજર કરવામાં આવી હતી. યુવતીને હાજર કરવામાં આવતા ખંડપીઠે તેની સો વાત કરી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે,તે અરજદાર યુવકને દિલી ચાહે છે પરંતુ તેની માતા અને અન્ય સગાવ્હાલાં તેનાી રાજી ની. તેી તેઓ તેના લગ્ન અન્ય કોઇ યુવક સો કરી નાંખવાની તજવીજમાં લાગ્યા છે. યુવતીએ ભારપૂર્વક અવારનવાર અદાલતને જણાવ્યું હતું કે તે અરજદાર યુવક સો જ જવા ઇચ્છે છે. કોર્ટે યુવક સો વાત કરી હતી અને તેણે જણાવ્યું હતું કે તેઓ બંને પુખ્તવયના છે અને જલ્દી લગ્ન કરવાની ઇચ્છા પણ રાખે છે. આ પ્રકારની હકીકતો નોંધી ખંડપીઠે પુખ્તવયની યુવતીને ઘરમાં કેદ રાખી શકાય નહીં તેવું અવલોકન કરી રિટનો નિકાલ કર્યો હતો. (યુવક-યુવતીના નામ બદલ્યા છે) એક અન્ય કેસમાં યુવકે હાઇકોર્ટમાં રિટ કરીને તેણે યુવતી સો લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેી યુવતીને તેના પિતાના કબજામાંી છોડાવવાની માંગ કરી હતી. પરંતુ આ કેસમાં યુવતીએ કોર્ટ સમક્ષ યુવકને ઓળખવાનો જ ઇન્કાર કરી દીધો હતો. યુવતીએ માતા-પિતાના ઘરે જ રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેી ખંડપીઠે આ રિટનો નિકાલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.