તંત્ર પાસે યોગ્ય આયોજનનો અભાવ રસ્તાઓ સાંકડા અને વાહનો જાજા
વાંકાનેર શહેરમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા અંગે અવારનવાર વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર જાણે નિષ્ફળ નિવડયુ હોય તો ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણકે અવારનવાર ખાનગી કંપની વાળા ટેલિફોન એક્સચેન્જ વારા નગરપાલિકા વિગેરે વિગેરે અવારનવાર આડેધડ જાહેર માર્ગો પર ખાડા ખોદી કોઈના કોઈ કામગીરી કરતા જ હોય છે.
ત્યારે તે કામગીરી રાત્રિના સમયે કરીને રાત્રે ને રાત્રે પૂર્ણ કરી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દિવસે ના થાય તે વાતને કોઇ શંકાને સ્થાન નથી વાંકાનેર એક તરફ નાનુ છે જેના રોડ-રસ્તા પણ નાનકડા સાકડા હોય જેના કારણે અવાર-નવાર ટ્રાફિક ના દ્રશ્યો વારંવાર જોવા મારે છે ત્યારે આ નાનકડા વાંકાનેરમાં વાહનોનો ક્રેઝ વધુ રહ્યો છે.
સાઇકલ થી લઇ ફોર વ્હીલ વાહનો જાણે ઘરદીઠ બે થી ત્રણ જેટલા વાહનો હોય તેમ છે!! ત્યારે આ વાંકાનેર શહેરમાં કાયમી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ સ્થાનિક રાજકારણીઓ ધ્યાન દેવું જોઈએ એક તરફ વિકાસની કિરણો તરફ ખાલી વાતો થઈ રહી છે પ્રકાશનો અભાવ રહ્યો છે કારણકે વાંકાનેરમાં મોટાભાગે સરકારી હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ હોવાના કારણે દર્દીઓને રાજકોટ મોરબી રીફર કરવામાં આવે છે જેના કારણે માનવ જીંદગીને ગંભીર ભંય સતત રહ્યો છે.
વાંકાનેર થી રાજકોટ તરફ જવાનો માર્ગ અમરસર ફાટક થી લઇ છેક કુવાડવા સુધી ગાબડા ગાબડા વાળો છે તો વાંકાનેર શહેરમાં તાવડી ચોક ગ્રીન ચોક તેમજ પુલ દરવાજા એસટી રોડ રેલ્વે રોડ નેશનલ હાઈવે રોડ સહિતના માર્ગો પાકા બનાવવાની જરૂર છે અને સાંકડા રસ્તાઓ ને પહોળા કરી અથવા ટ્રાફિક હોલ્ડરોને ટ્રાફિક સેન્સ આપવાની જરૂર છે માત્ર વાતોના વડા કરતા ઘણા ટ્રાફિક હોલ્ડરો મોબાઇલમાં વ્યસ્ત હોય છે અથવા નોકરીનો સમય પૂરો કરતા હોય છે.
ત્યારે જો ખરેખર આ ટ્રાફિક સમસ્યાનું ખરા હળવો કરવા ઇચ્છુક હોય તો અમુક રોડ-રસ્તા પર આવક જાવક સમય રાખવી જોઈએ જેમ કે શાળા સ્કૂલ જતી વેળા વિદ્યાર્થીઓને ટ્રાફિકમાં ફસાઈ ન પડે તે રીતે સ્કૂલ રીક્ષા થી લઈ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલરો સાઈકલ સમયસર પસાર થઈ શકે તે રીતે આયોજન કરી ટ્રાફિક નું નિરાકરણ લાવી શકાય તેમ છે.
પરંતુ આવું મોટાભાગે વાંકાનેર શહેર ના પોલીસ તંત્ર કે નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્યો શિક્ષકો કલેકટર મામલતદાર વિગેરેને બસ સમયસર નોકરી પૂર્ણ કરી જટ ઘરે ભાગી એવું જ હોય તે રીતે આયોજનનો અભાવ દેખાઇ રહ્યો છે હાલ વાંકાનેરમાં આ ટ્રાફિક સમસ્યાના કારણે કોઈ ગંભીર અકસ્માતની ઘટના બને તે પહેલા તંત્રવાહકો સજાગ થઈ ટ્રાફિક સમસ્યા હળવી કરે તે આજના સમયની લાગણી અને માગણી ઉઠવા પામી છે.