ચૂંટણીના કારણે લગ્ન પ્રસંગો, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં લોકો વચ્ચે નેતાઓને રાખવાની રણનીતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જે અંતર્ગત તેમણે શહેરના વિવિધ કાર્યક્રમોમાં ખાસ હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઇ તમામ રાજકીય પક્ષો પોતપોતાનો તખ્તો તૈયાર કરી રહ્યા છે ત્યારે રૂપાણી સરકાર પણ આગામી ચૂંટણીમાં સિદ્ધિ હાંસલ કરવા મામણ કરી રહી છે. જેના ભાગ રૂપે મુખ્યમંત્રીએ ઘણીખરી લોકોના હિતની જાહેરાત કરી હતી. આ સોજ તેમણે મંત્રીઓને સૂચન આપ્યું હતું કે તેઓએ પોતાના વિસ્તારના લોકોના લગ્ન પ્રસંગ જેવા ખાનગી સમારંભોમાં હાજરી આપવી જોઈએ. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં જવું જોઈએ. એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, અમને બધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મતદાતાઓને આકર્ષવા સામાજિક, સરકારી અને ધાર્મિક કાર્યોમાં હાજરી આપવાનું સૂચન કર્યું છે. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા એમ તમામ કક્ષાએ જાહેર પ્રોજેક્ટો ઉભા કરી લોકોને પ્રાધાન્ય આપવા કહ્યું છે. અધિકારીઅે વધુમાં જણાવ્યું કે, સીએમના સૂચન મુજબ અમે બધા મંત્રીગણ જિલ્લા અને તાલુકા અધિકારીઓ સો સભા યોજી ચૂંટણી માટે તખ્તો તૈયાર કરવા આતુર છીએ. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકોના ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું છે. જે દ્વારા તેઓ ગ્રામ્ય રોડ-રસ્તાઓ, પાણી, સબસીડી અને જમીન-મકાનો પરના પ્રશ્નો પર ધ્યાન દઈ નિરાકરણને પ્રાધાન્ય આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.