અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિક ઉત્સવ સંગાથે’ની ઉજવણી કરાઇ : કાર્યક્રમમાં મહર્ષિ ગુરૂકુળના ટ્રસ્ટી, વિદ્યાર્થીઓ અને વાલીગણે શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપી
હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે આજે અમે સૌ સંગાથે’નો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ મંચસ્થોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ બાદ અંગ્રેજી માધ્યમના ભુલકાઓએ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદમાં શિક્ષણનું વ્યાપ વધારી ભારતીય સંસ્કૃતિનું સિંચન કરતી મહર્ષિ ગુરૂકુળ ખાતે તા.૧૫/૧૬ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિક ઉત્સવ અમે સૌ સવાયા સંગાથે’ના રૂપમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રજનીભાઇ સંઘાણી સહિત સંચાલકોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. તો સાથોસાથ આ વેળા શાળાના ટ્રસ્ટીગણ તેમજ ઉપસ્થિત લોકોએ પુલવામા શહિદ થયેલા વીર જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
ત્યારબાદ કાર્યક્રમ શરૂઆત થતાં શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત મહર્ષિ ગુરૂકુળના નર્સરીથી ધો.૮ના વિદ્યાર્થીઓએ જૂદા જુદા ડાન્સ પર્ફોમન્સ રજુ કરી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કર્યા હતા.ઉપરાંત અંગ્રેજી માધ્યમના ધો. ૭ના વિદ્યાર્થીઓએ એક અલગ જ અંદાજમાં પરફોર્મ્સ બતાવી આજની યુવા પેઢીને મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે સંદેશો પાઠવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજના ૧પ૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ૧૩ કલાકના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ૭પ કૃતિઓની રજુઆત કરી હતી. આ વેળાએ ૧૧૦૦ જેટલા શિલ્ડ અને મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના એમ.ડી. રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિકોત્સવની ઉજવણી સાદગી ભર્યું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શાળાના સંચાલક રાજુભાઈ, અશોકભાઈ સહિત ટ્રસ્ટીગણે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.