ઠંડાપીણામાં ૧૦% જેટલો વધારો જીએસટીથી સેવાઓ સસ્તી થશે

શ્રીનગરમાં ચાલી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકના પ્રમ દિવસે વસ્તુઓ ઉપર કર નકકી કર્યા બાદ બીજા દિવસે સેવા ઉપર જીએસટીનો દર નક્કી કરવામાં આવ્યો છે જેમાં હોટલ અને ટુરીઝમ ક્ષેત્ર ઉપર ૧૮ ટકાી ૨૮ ટકા જીએસટી લાદવામાં આવ્યો હોવાના કારણે આ ક્ષેત્રોને ગળે ટુંપો દેવાય તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર હોટલ અને ટુરીઝમ ક્ષેત્રને વિકાસ અપાવવા માટે કવાયત કરી રહી છે. તો બીજી તરફ જીએસટીના ઉંચા દરના કારણે હોટલ અને ટુરીઝમ ક્ષેત્રનું ભારણ વધે તેવી પુરી શકયતા છે.

ફાઈવ સ્ટાર હોટલો અને ૨૫૦૦ ી ૫૦૦૦ ભાડુ વસુલતી હોટલો ઉપર ઉંચો ટેકસ લાદવામાં આવ્યો છે જે ભારણ સમાન બની રહેશે. આ ઉપરાંત એ.સી. રેસ્ટોરન્ટને પણ જીએસટીના ૧૮ ટકાના સ્લેબમાં સમાવવામાં આવ્યા છે. જીએસટી લાગુ યા બાદ હોટલ અને ટુરીઝમ ક્ષેત્ર ઉપર નારી અસરો જોવા મળશે. આ ઉપરાંત જીએસટીમાં સોફટ ડ્રિંકસ ઉપર ઉંચો દર નક્કી કરવામાં આવતા. સોફટ ડ્રિંકસ કંપનીઓ ઠંડા-પીણાના ભાવમાં ૫ ી ૧૦ ટકાનો વધારો કરવા જઈ રહી છે.

જીએસટીના દરો નક્કી તા સોફટ ડ્રિંકસમાં ૪૦ ટકા જેટલો દર લાગશે જે અગાઉ ૩૨ ટકા હતો. આ ઉપરાંત આયુર્વેદિક ચિજ-વસ્તુઓ ઉપર પણ કર ૫ ટકાી વધારી ૧૨ ટકા કરવામાં આવ્યો છે. આ સો ચ્યુન્ગમ, કેન્ડી, શેમ્પુ વગેરેના ભાવોમાં પણ વધારો શે. ૨૨૦૦૦ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી સોફટ ડ્રિંકસ ઈન્ડસ્ટ્રીઝને જીએસટીના કારણે માઠી અસર પહોંચવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ડાબર અને પતંજલી જેવી આયુર્વેદિક કંપનીઓ પણ ચિજ-વસ્તુઓના ભાવોમાં વધારો કરે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી હતી. જો કે, પતંજલીએ પોતાની ચિજ-વસ્તુઓના ભાવોમાં વધારો વાની શકયતાને નકારી છે. આ સો અન્ય ઘણી સેવાઓ ઉપર પણ ઉંચો દર લાદવામાં આવ્યો છે. જે જીએસટી લાગુ યા બાદ નકારાત્મક અસર ઉભી કરે તેવું કહેવાઈ રહ્યું છે. પતંજલીએ આયુર્વેદીક ઉત્પાદનો ઉપર જીએસટીના દર બાબતે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાહકો સુધી ભાવ વધારો ન પહોંચે તે માટે પૂરા પગલાં ભરવામાં આવશે અને જીએસટી લાગુ થયા બાદ ભાવ અને વસ્તુમાં શું નિર્ણય લેવો તે અંગે વિચારણા કરાશે તો બીજીતરફ ડાબર દ્વારા કહેવામાં આવ્યું છે કે, જીએસટીની અસર બાદ ભાવવધારા બાબતે નિર્ણય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.