સોમવારે વિપક્ષોએ સુત્રોચ્ચાર કરતા ગવર્નર ઓમપ્રકાશ કોહલી સ્પીચ ટૂંકાવી ગૃહ છોડયુ
ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે વોટ ઓન એકાઉન્ટ સત્રના આરંભે પુલવામાં થયેલ આતંકી હુમલાનો લાભ લેતા વિપક્ષો આ મુદ્દાને વિધાનસભામાં ઉપાડી સત્ર ગજવે તેવી શકયતાઓ છે કારણ કે, તાજેતરમાં જ વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ મોટેથી સુત્રોચ્ચાર અને હોબાળો મચાવતા ગવર્નર ઓમપ્રકાશ કોહલીને તેમના ભાષણ વખતે અટકાવાયા હતા.
જેવું ગવર્નરે પ્રવચન આપવાનું શ‚ કર્યું ત્યારે વિપક્ષોએ વિધાનસભામાં સત્ર ગજવવાની શરૂઆત કરી દીધી હતી. સુત્રોચ્ચાર દબાવવા માટે ભાજપના ધારાસભ્યો પાટલી થપથપાવવા લાગ્યા હતા અને આખરે ગવર્નરે સ્પીચ બંધ કરી ગૃહ છોડી દીધું હતું. પુલવામાં આતંકના મુદ્દા ઉપરાંત વિપક્ષોએ ખેડૂતોની આવક અને ન્યાય માટે પણ પ્રશ્નો ઉપાડયા હતા. આ પૂર્વે ગવર્નરે સીઆરપીએફ જવાનોના મૃત્યુ અંગે શોક વ્યકત કર્યો હતો.
વિધાનસભામાં આદિજાતીના કુલ ૨૭ ધારાસભ્યો પૈકી કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોએ સોમવારે વિધાનસભામાં માથે ફાળીયુ બાંધી શોક પ્રદર્શન કર્યું હતું. ગવર્નર ઓમપ્રકાશ કોહલી દ્વારા સોમવારે નહીં વાંચી શકાયેલા પ્રવચનની પુસ્તીકા વિધાનસભા ગૃહના ટેબલ પર મુકાઈ છે જેમાં સરકારની વિવિધ કામગીરીની વિગતો અપાઈ છે.