રાજયની ૨૬ લોકસભામાં ૨૬ વીડિયો રથનું પ્રસ્થાન કરાવતા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી
નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રના ઉજજવળ ભવિષ્ય માટે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર બતાવવા દેશના કરોડો લોકોના સૂચનો લેવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા રાજયની ૨૬ લોકસભામાં ૨૬ વિડિયો રથનું પ્રસ્થાન કરાવવા આવેલ, તે અંતર્ગત રાજકોટ મહાનગરમાં વિધાનસભા ૬૮નાથી ભારત કે મન કી બાત મોદી કે સાથ રથનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કરાવ્યો હતો.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મયુરભાઈ શાહ, વિક્રમ પુજારા, કલ્પનાબેન કિયાડા, ડે. મેયર અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, પ્રીતીબેન પનારા, પરેશ પીપળીયા, અશોક લુણાગરીયા, જીણાભાઈ ચાવડા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, સી.ટી. પટેલરસીલાબેન સાકરીયા, ઘનશ્યામભાઈ કુગરીયા, દુષ્યંત સંપટ, ગેલાભાઈ રબારી, ભીખભાઈ ડાભી, મહેશ બથવાર, સોમભાઈ ભાલીયા, સુરેશ વસોયાહીરેન ગોસ્વામી, રમેશભાઈ અકબરી, રવીભાઈ ગોહેલ, દિલીપભાઈ બોરીચા, સંજય રાઠોડ, હિતેશભાઈ ગોહેલ, એન.જી. પરમાર, રામભાઈ બિહારી, રણછોડભાઈ ઉધરેજા, અરવિંદભાઈ ભેસાણીયા, મનસુખભાઈ જાદવ, સોનલબેન ચોવટીયા, રાજેશ્રીબેન માલવીયા, મંજુલાબેન ગોસ્વામી, જેસીંગભાઈ રાઠોડ, વિનોદ જાની, રમેશ પરમાર, રામદેવભાઈ ભેસજાળીયા, પરેશ લીંબાશીયા, મલ્કેશ પરમાર, ધી‚ભાઈ પીપળીયા, પ્રવિણ પટેલ સહિતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.