૫૨ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ: એકનું નળજોડાણ કપાયુ

કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૧૮ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૧ બાકીદારનું નળજોડાણ કપાત કરવામાં આવ્યું હતું જયારે ૫૨ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭,૩,૧૩,૧૪ અને ૧૭માં હાથ ધરવામાં આવેલી રીકવરી અંતર્ગત ૭ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૧૮ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે. વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં ટેકસ રીકવરીની કામગીરી હાથ ધરાઈ હતી જે અંતર્ગત શહેરના રૈયા રોડ પર આવેલા અંબિકા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ૯ દુકાનો સીલ કરવામાં આવી હતી.

જયારે અન્ય બે સ્થળોએ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી જયારે એક બાકીદારનું નળજોડાણ કપાત કરાયું છે.જયારે પૂર્વ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં હાથ ધરવામાં આવેલી રીકવરી અંતર્ગત ૩૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે અને બપોર સુધીમાં ૧૩.૫૧ લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.